જામનગરમાં ડી.પી.કપાત બદલ વધુ 50 અસરગ્રસ્તોએ કરી વળતરની માંગણી
જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં મહાનગર પાલિકા દ્રારા સ્વામી નારાયણનગરથી ગાંધીનગર સુધીના 12 મીટરના ડીપી રોડને કાઢવા આવેલ છે. તેના માટે 330 મકાનોની કપાતનું વળતર હજી ચુકવાયું નથી. આ મામલે મુખ્યમંત્રી સુધી રજુઆત પહોંચી છે. ત્યારે આ ડીપી રોડના પટ્ટા
મહાનગર પાલિકા


જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં મહાનગર પાલિકા દ્રારા સ્વામી નારાયણનગરથી ગાંધીનગર સુધીના 12 મીટરના ડીપી રોડને કાઢવા આવેલ છે. તેના માટે 330 મકાનોની કપાતનું વળતર હજી ચુકવાયું નથી. આ મામલે મુખ્યમંત્રી સુધી રજુઆત પહોંચી છે. ત્યારે આ ડીપી રોડના પટ્ટામાં આવતા અન્ય અસરગ્રસ્તોએ પણ વળતરની માંગણી કરતી અરજી મહાનગરપાલિકા ખાતે જઈને કરી છે.

સ્વામી નારાયણનગરવાળી ડીપી કપાતનો મામલો લડત સમિતિ દ્વારા હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. તા.10મીએ હાઈકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા તા.31મી મેના રોજ કોર્પોરેશનએ ડીપી કપાતનું મેગા ડીમોલીશન પાંચ દિવસ સુધી કરીને 330 મિલ્કતો તોડી હતી. જેમાં 75 જેટલા મકાનો આખે-આખા તોડવામાં આવ્યા હતા. બાકીના બાંધકામોમાં અંશત: તોડપાડ થઈ હતી.

કોઈના એક રૂમ ગયા તો કોઈના દાદરા ગયા, કોઈના રસોડા ગયા તો કોઈની આખી-અડધી કે પોણી દુકાન ગઈ તેવી આ વિસ્તારમાં સ્થિતિ છે. હાઈકોર્ટે પણ અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર ચુકવી આપવા મ્યુ. તંત્રને તા.10 જુનના રોજ હુકમ કર્યા હતો.

જેની અમલવારી ન થયાની ધારાસભ્ય- મુખ્યમંત્રી-કલેક્ટર સુધી રજુઆત થઈ છે. ત્યારે વોર્ડ નંબર-4 અને બેના 50 થી વધુ પરિવારોએ આજે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની ઉપસ્થિતિમાં કોર્પોરેશનની ટીપી-ડીપી શાખામાં વળતર માટે અરજી સાથે આધારો રજુ કર્યા હતા.ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ 200 જેટલી વળતર અરજીઓ થઈ ગઈ હોવાનું નોંધાયું છે. બીજી તરફ કોર્પોરેશન સ્તરે પણ સ્ક્રુટીની કરીને લોકો પાસેથી ખુટતા આધાર માંગવાની કામગીરી ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande