પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના દેવડા ગામે સીમ વિસ્તારમાં આવેલી વાડીના એકઢાળીયામાં સંજય લખમણ ઓડેદરાએ બહારથી માણસો બોલાવી જુગારધામ શરૂ કર્યુ હોવાની બાતમીના આધારે પોરબંદર એલસીબીએ દરોડો પાડયો હતો આ દરમ્યાન વાડી માલિક સંજય લખમણ ઓડેદરા તેમજ રામા દેવશી ઓડેદરા, ચના ગલા રાડા, રાજુ સાંગા રાડા, ભરત ચના ઓડેદરા અને પરબત દેવા કુછડીયા સહિતના છ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.55,700ની રોકડ રકમ કબ્જે કરી હતી.
આ શખ્સો વિરૂધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya