અમરેલી જિલ્લાનું એક ગામ, આધુનિકતા અને સંસ્કારનું સમૃદ્ધ મોડેલ છે.
અમરેલી, 31 જુલાઈ (હિ.સ.)જામ બરવાળા આધુનિકતા અને સંસ્કારનું સમૃદ્ધ મોડેલ,અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં વસેલું જામ બરવાળા ગામ વિકાસ અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ છે. આશરે 3500ની વસ્તી ધરાવતું આ ગામ આજે આધુનિક સુવિધાઓથી યુક્ત બનીને સમગ્ર જિલ્લામાં પોતા
અમરેલી જિલ્લાનું એક ગામ આધુનિકતા અને સંસ્કારનું સમૃદ્ધ મોડેલ છે.


અમરેલી, 31 જુલાઈ (હિ.સ.)જામ બરવાળા આધુનિકતા અને સંસ્કારનું સમૃદ્ધ મોડેલ,અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં વસેલું જામ બરવાળા ગામ વિકાસ અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ છે. આશરે 3500ની વસ્તી ધરાવતું આ ગામ આજે આધુનિક સુવિધાઓથી યુક્ત બનીને સમગ્ર જિલ્લામાં પોતાની અનોખી ઓળખ ધરાવે છે.

સ્થાનિક અગ્રણીઓ મુજબ ગામમાં 2000 જેટલા લોકો સ્થાયી છે, જ્યારે અંદાજે 1800 ગામલોકો નોકરી-ધંધાના હેતુથી સુરત, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રહે છે. તેમજ અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં પણ ગામના યુવાનો સ્થાયી થયા છે, જે ગામના વૈશ્વિક સંપર્ક અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થાય છે.

શિક્ષણના ક્ષેત્રે ગામે નોંધપાત્ર કામગીરી કરી છે. ધોરણ 1 થી 12 સુધીની શાળા કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ અને પુસ્તકાલય જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. શાળાનું શૈક્ષણિક માહોલ વિદ્યાર્થીઓને હંમેશા ઉત્તમ પરિણામ લાવવા માટે પ્રેરણા આપે છે.

ગામના માર્ગો પર પેવર બ્લોક અને CC રોડથી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાયું છે. ખાસ બાબત એ છે કે, ગામલોકો જાતે જ શેરીઓની નિયમિત સફાઈ કરીને સ્વચ્છતા જાળવે છે.

આ રીતે, જામ બરવાળા માત્ર એક ગામ ન રહીને આજે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિકાસ માટે અનુકરણીય મોડેલ બની રહ્યું છે. ગામલોકોની એકતા, શિસ્ત અને વિશ્વ સાથેનો સંબંધ તેને અન્ય ગામોથી અલગ બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande