પાટણની એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં ડ્રેનેજ સમસ્યાથી હાહાકાર
પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ શહેરની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર ડ્રેનેજ સમસ્યા ઉભી થઈ છે. કેમ્પસમાં આવેલી લગભગ 14 શૈક્ષણિક સંસ્થાઓ અને બે હોસ્ટેલમાં ગંદુ પાણી બેક થઈ રહ્યું છે, જેના કારણે ગર્લ્સ હોસ્ટેલ નજીક પાણી
પાટણની એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં ડ્રેનેજ સમસ્યાથી હાહાકાર


પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ શહેરની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર ડ્રેનેજ સમસ્યા ઉભી થઈ છે. કેમ્પસમાં આવેલી લગભગ 14 શૈક્ષણિક સંસ્થાઓ અને બે હોસ્ટેલમાં ગંદુ પાણી બેક થઈ રહ્યું છે, જેના કારણે ગર્લ્સ હોસ્ટેલ નજીક પાણીના તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આખા કેમ્પસમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે.

સોસાયટીના સંચાલકોએ જણાવ્યું કે કેમ્પસમાં આશરે 18,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેઓ નિયમિત પાટણ નગરપાલિકા તરફથી નક્કી કરેલા વેરા ભરે છે. તેમ છતાં કેમ્પસને ફક્ત ડ્રેનેજ લાઈનની સુવિધા મળી રહી છે. પ્રાંત ઓફિસ પાસે આવેલા રેલવે ગરનાળાની પાછળ આવેલી ભૂગર્ભ ગટર લાઇન સતત ચોકઅપ રહે છે, જેના કારણે સમસ્યા વધુ વઘરી છે.

સોસાયટીના અધિકારીઓએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે. GUDA દ્વારા હાલ જે નવી ભૂગર્ભ ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે તેમાં કોલેજ કેમ્પસથી ચિંતામણી ફ્લેટ સુધીના લેવલની તપાસ કરી, યોગ્ય પાણી નિકાલ માટે તાત્કાલિક પગલા લેવાની માગ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande