શ્રીનગર, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.)
ભારે વરસાદને કારણે મુલતવી રાખવામાં આવેલી અમરનાથ યાત્રા ગુરુવારે, બાલટાલ રૂટથી
ફરી શરૂ થઈ છે. જોકે, રૂટ પર તાત્કાલિક
જાળવણી અને સમારકામના કામને કારણે પહેલગામ રૂટથી યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” કાશ્મીરમાં મુશળધાર વરસાદને
કારણે, રસ્તાઓ અસુરક્ષિત બન્યા બાદ બુધવારે બાલટાલ અને પહેલગામ બંને રૂટ પર યાત્રા
સ્થગિત કરવામાં આવી હતી.”
તેમણે કહ્યું કે,” આજે સવારે બાલટાલ રૂટથી યાત્રા ફરી શરૂ
થઈ છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” તાજેતરના વરસાદ પછી અમરનાથ યાત્રા રૂટના
પહેલગામ રૂટ પર જરૂરી જાળવણી કાર્યને ધ્યાનમાં રાખીને, યાત્રા ફક્ત બાલટાલ રૂટથી જ
ચાલુ રહેશે.”
અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે,” ગુરુવારે, જમ્મુના ભગવતી
નગર બેઝ કેમ્પથી બાલટાલ અને નુનવાન બેઝ કેમ્પ તરફ કોઈ કાફલાને જવાની મંજૂરી
આપવામાં આવી નથી.”
આ વર્ષે અત્યાર સુધીમાં, 3.93 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની
મુલાકાત લીધી છે. ૩ જુલાઈથી શરૂ થયેલી વાર્ષિક યાત્રા, 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ