નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે યુએઈના
રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે, ફોન પર વાત કરી. બંને નેતાઓએ
દ્વિપક્ષીય વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તેમની પરસ્પર
પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”બંને નેતાઓએ
દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિનું સકારાત્મક
મૂલ્યાંકન કર્યું અને બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે સહયોગને વધુ વિકસાવવા
અને ગાઢ બનાવવા પર ભાર મૂક્યો.”
શેખ મોહમ્મદે ભારતના ઇતિહાસમાં બીજા સૌથી લાંબા સમય સુધી
સેવા આપનારા વડાપ્રધાન બનવા બદલ, વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા અને રાષ્ટ્રની
સેવામાં તેમને સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિનો તેમની શુભકામનાઓ બદલ, આભાર
માન્યો અને ભારતના લોકો પ્રત્યે સ્નેહ વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ