ભાવનગર 31 જુલાઈ (હિ.સ.) : એરપોર્ટ ખાતે વાર્ષિક બોમ્બ ધમકી મોક ડ્રીલનું સફળ આયોજન
ભાવનગર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે વાર્ષિક બોમ્બ ધમકી મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. આ ડ્રીલનું મુખ્ય ઉદ્દેશ કટોકટીની પરિસ્થિતિમાં જવાબદાર તંત્રોની તૈયારી, તાલમેલ અને તાત્કાલિક પ્રતિક્રિયાની પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવાનો રહ્યો.
આ અભ્યાસ મોક ડ્રિલમાં એરપોર્ટ સુરક્ષા ગ્રુપ (ASG) દ્વારા સમગ્ર કામગીરીનું સંકલન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), તેમજ AAIની ફાયર સર્વિસીસ ટીમોએ સહભાગીતા આપી હતી. માન્ય ધમકીના દૃશ્ય પર આધારિત આ ડ્રીલ દરમિયાન એલર્ટ જારી કરવામાં આવ્યો, તેમજ તાત્કાલિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
આ દરમિયાન BDDS ટીમે શક્ય બોમ્બ સ્થાને તપાસ હાથ ધરી અને પ્રોટોકોલ મુજબ બોમ્બ ન્યુટ્રલાઇઝ કરવાની પ્રક્રિયા રજૂ કરી. ફાયર સર્વિસીસ અને મેડિકલ સપોર્ટ ટીમો standby પર રહી, જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનો ઝડપી પ્રતિસાદ આપી શકાય.
મોક ડ્રિલના અંતે સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી, તેમજ તંત્રોની કાર્યક્ષમતા અને સંકલનના સ્તરને આંકવામાં આવ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી ડ્રિલો દ્વારા સલામતી પ્રોટોકોલ વધુ મજબૂત બને છે અને અસલી કટોકટીમાં ઝડપથી પગલાં લેવાઈ શકે છે. ભાવનગર એરપોર્ટે સલામતી અને તૈયારી અંગેની પોતાની પ્રતિબદ્ધતા ફરી દ્રઢ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai