મહિધરપુરામાં ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગની ઓફિસમાંથી રોકડા 4.98 લાખની ચોરી
સુરત, 31 જુલાઈ (હિ.સ.)-શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા અને ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા વેપારી મહીધરપુરા સુમુલ ડેરી રોડ પર તેમની ઓફિસ ધરાવે છે. ગતરોજ રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે ઓફિસ બંધ હતી ત્યારે માત્ર 20 મિનિટની અંદર
મહિધરપુરામાં ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગની ઓફિસમાંથી રોકડા 4.98 લાખની ચોરી


સુરત, 31 જુલાઈ (હિ.સ.)-શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા અને ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા વેપારી મહીધરપુરા સુમુલ ડેરી રોડ પર તેમની ઓફિસ ધરાવે છે. ગતરોજ રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે ઓફિસ બંધ હતી ત્યારે માત્ર 20 મિનિટની અંદર ઓફિસના ગ્રીલનો લોક તોડી અંદર ઘૂસી તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 4.98 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા કેતનભાઇ મોહનભાઈ વિરાણી ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મહિધરપુરા વિસ્તારમાં સુમુલ ડેરી રોડ પર સરદાર નગર સોસાયટીમાં તેઓની કર્માં ટેકનોલોજી નામની ઓફિસ આવેલી છે. ગત તારીખ 30-7-2025 ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન તેમની ઓફિસ બંધ હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઓફિસને નિશાન બનાવી હતી. રાત્રે 12:20 થી 12:40 વાગ્યાની વચ્ચે ત્રાટકેલા તસ્કરોએ માત્ર 20 મિનિટના સમયગાળાની અંદર મકાનની પાછળની બાજુએ આવેલ બારીની લોખંડની ગ્રીલ તોડી ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં સેફ તીજોરીની ચાવી શોધીને તેમાં મુકેલા રોકડા રૂપિયા 4.98 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે સવારે કેતનભાઇને ચોરીની જાણ થતા તેઓએ આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે રૂપિયા 4.98 લાખની ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande