પાટણ નગરપાલિકામાં ઝીરો અવર્સ બંધ કરવાનો વિવાદાસ્પદ નિર્ણય
પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકાના પ્રમુખે એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરીને દર ત્રણ મહિને યોજાતી સામાન્ય કે ખાસ સામાન્ય સભામાં હવે ઝીરો અવર્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના અનુસંધાને હવે સભાની શરૂઆતમાં સભાસદો જનતાના પ્રશ્નો રજૂ કરી શકશે
પાટણ નગરપાલિકામાં ઝીરો અવર્સ બંધ કરવાનો વિવાદાસ્પદ નિર્ણય


પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકાના પ્રમુખે એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરીને દર ત્રણ મહિને યોજાતી સામાન્ય કે ખાસ સામાન્ય સભામાં હવે ઝીરો અવર્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના અનુસંધાને હવે સભાની શરૂઆતમાં સભાસદો જનતાના પ્રશ્નો રજૂ કરી શકશે નહીં. પ્રમુખ દ્વારા જણાવાયું છે કે સમય બચાવવા અને નગરપાલિકાનું કામકાજ સરળતાથી ચાલે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

પરિપત્ર અનુસાર, સભાસદો હવે તેમના પ્રશ્નો દર મહિનાના બીજા શુક્રવારે સાંજે ૪ વાગ્યે નગરપાલિકાના સભાખંડમાં રજૂ કરી શકશે. આ પ્રશ્નોની સુનાવણી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે. તમામ સભ્યોને આ બાબતની જાણ કરાઈ છે.

આ નિર્ણયને લઈને વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના નગરસેવક ભરતભાઈ ભાટિયાએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો જૂથવાદ બહાર ન આવે તે માટે ૪૪ સભાસદોના બોલવાના અધિકાર પર સીધી તરાપ મારવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય લોકશાહી ભાવનાની વિરુદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande