સુરત, 31 જુલાઈ (હિ.સ.)-લાલગેટ ખાટકીવાડ વિસ્તારમાં રહેતા બિલ્ડર પાસે તેની સૈયદપુરામાં ચાલતી બાંધકામ સાઈડના ફોટા પાડી સોશ્યલ મીડીયામાં વાયરલ કરવાની તેમજ મનપામાં આરટીઆઈ કરી બાંધકામ તોડાવી નાંખવાની ધમકી આપી 10 હજારની ખંડણી વસુલનાર યુવક સામે પોલીસમાં ગુનો દાખલ થયો છે.
લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ રાણી તળાવ, ખાટકી વાડ, બાગ-ઍ-મદિના ખાતે રહેતા અનેï બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા સરફરાજ અફજલ ચીચી (ઉ.વ.49)ની સૈદપુરામાં તાહા પેલેસ નામે બાંધકામ સાઈડ ચાલી રહી છે. ગત તા 27 જુલાઈના રોજ સરફરાજ અને તેનો મિત્ર મો.યુસુફ રફીક શેખ સાથે તેમની બાધકામ સાઈડ ઉપર હાજર હતા તે વખતે રીઝવાન અબ્દુલરબ આઝાદ (રહે, આઝાદ મંજીલ, મિર્ઝા સ્વામી રોડ, મુગલીસરા) ત્યાં આવી બાંધકામ સાઈડના ફોટા પાડવા લાગ્યો હતો. સરફરાજે ફોટા પાડવાની ના પાડતા રીઝવાને તેમને બાંધકામ ગેરકાયદેસર છે જેથી તમારે મને 50 હજાર આપવા પડશે નહીતર હું આ ફોટાï સુરત મહાનગરપાલિકામાં મોકલી આપી તમારુ બાંધકામïïનું ડિમોલીશન કરાવી નાંખીશ,ï જાકે સરફરાજે તેને તારે થાય તે કરી લે જે હું, તમારાથી બીતો નથી હોવાનુ કહેતા ઉશ્કેરાયેલા રીઝવાને હું મારા માણસો મારફતે તારા હાથ ટાટીયા તોડાવી નાખીશ તેમજ સુરત મહાનગરપાલિકામાં આરટીઆઈ કરી ડિમોલીશન કરાવી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ દરમિયાન સરફરાજના મિત્ર યુસુફ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. અને બીજી તરફ સરફરાજ પોતે ડરી ગયો હતો કે તો જેની મિલ્કતના ફોટા ન્યુઝ પેપરમાંï અને સોશ્યલ મીડીયામાં વાયરલ થશે અને પાલિકા ડિમોલેશન કરાવશે તો બાંધકામનું વેચાણ થશે નહી અને આર્થિક રીતે મોટુ નુકસાન થશે હોવાનું વિચારી રીઝવાન આઝાદને રકઝક કરી 10 હજાર આપ્યા હતા. દરમિયાન આ મામલે સરફરાજ ચીચીઍ ગતરોજં ફરિયાદ નોઁધાવતા લાલગેટ પોલીસે રીઝવાન આઝાદ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે