ઇવીએમ એપથી, વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી: શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં લોકશાહીનો જીવંત અભ્યાસ
પાટણ, 31 જુલાઈ (હિ.સ.)પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં 29 જુલાઈ, 2025ના રોજ વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી લોકશાહી પદ્ધતિથી યોજાઈ. શાળાના શિક્ષકો શ્રી વિપુલભાઈ પટેલ અને શ્રી પાર્થભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંયુક્ત પ્રયત્નોથી સુવ્યવસ્થિત રીતે સંપન્
ઇવીએમ એપથી વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી: શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં લોકશાહીનો જીવંત અભ્યાસ


ઇવીએમ એપથી વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી: શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં લોકશાહીનો જીવંત અભ્યાસ


ઇવીએમ એપથી વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી: શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં લોકશાહીનો જીવંત અભ્યાસ


પાટણ, 31 જુલાઈ (હિ.સ.)પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં 29 જુલાઈ, 2025ના રોજ વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી લોકશાહી પદ્ધતિથી યોજાઈ. શાળાના શિક્ષકો શ્રી વિપુલભાઈ પટેલ અને શ્રી પાર્થભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંયુક્ત પ્રયત્નોથી સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો.

વિદ્યાર્થીઓએ ઇવીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મતદાન કર્યું. દરેક વર્ગે પોતાનું ચૂંટણી બ્યુરો રચી પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તરીકે વિદ્યાર્થીઓને નિમ્યા હતા. ઓળખપત્રની ચકાસણીથી લઈને આંગળી પર નિશાન લગાવવાની તમામ પ્રક્રિયા વિદ્યાર્થીઓએ જ સંચાલિત કરી. સમગ્ર ચૂંટણી શિસ્તબદ્ધ અને લોકશાહી માહોલમાં યોજાઈ.

આ અભ્યાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકીય અભ્યાસની બહાર લાવીને ભારતની ચૂંટણી વ્યવસ્થા અંગે જીવંત અને પ્રયોગાત્મક જ્ઞાન આપવાનો હતો. આવા પ્રયાસોથી વિદ્યાર્થીઓમાં નાગરિકત્વની જવાબદારી અને નેતૃત્વની ભાવના વિકસે છે.

મતદાન બાદ આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અને જવાબદારીની ભાવના વિસ્તૃત કરી. તેમણે જણાવ્યું કે “પ્રતિનિધિ તરીકે તમે માત્ર ચૂંટાયેલા નહિ, પણ તમારી તકે વર્ગના વિકાસના નેતા પણ છો.” તેમણે જાહેર કર્યું કે દર વર્ષે શ્રેષ્ઠ વર્ગને શાળાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. અંતે તેમણે સંદેશ આપ્યો કે “જ્યાં પ્રતિનિધિ નિષ્ઠાપૂર્વક કામ કરે છે, ત્યાં શાળાનું ભવિષ્ય ઉજળું બને છે.”

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande