પાટણ જિલ્લા પંચાયતની બેઠકમાં આરોગ્ય વિભાગની ખામીઓ સામે ઉગ્ર રજૂઆત
પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયત ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં આરોગ્ય વિભાગમાં આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યાઓને લઇ મોટા પાયે ચર્ચા થઈ હતી. વિપક્ષના સભ્ય અશ્વિન પટેલે ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી જિલ્લા આ
પાટણ જિલ્લા પંચાયતની બેઠકમાં આરોગ્ય વિભાગની ખામીઓ સામે ઉગ્ર રજૂઆત


પાટણ જિલ્લા પંચાયતની બેઠકમાં આરોગ્ય વિભાગની ખામીઓ સામે ઉગ્ર રજૂઆત


પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયત ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં આરોગ્ય વિભાગમાં આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યાઓને લઇ મોટા પાયે ચર્ચા થઈ હતી. વિપક્ષના સભ્ય અશ્વિન પટેલે ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી જિલ્લા આરોગ્ય શાખાની તાબાની વિવિધ કચેરીઓમાં 100થી વધુ આઉટસોર્સ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે આરોગ્ય સેવાઓ અસરગ્રસ્ત બની રહી છે.

આ મુદ્દે વિષ્ણુ પટેલે ખુલાસો આપતાં જણાવ્યું કે આઉટસોર્સ ભરતી પ્રક્રિયા ઊંચા સ્તરે થાય છે, તેમ છતાં જિલ્લા સ્તરે સતત પ્રયત્નો થયા છે. વિપક્ષના આક્ષેપો સાથે શાસક પક્ષના સભ્યોએ પણ સહમતી દર્શાવી હતી અને ઝડપથી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી હતી.

અશ્વિન પટેલે વધુમાં જણાવ્યુ હતું કે આરોગ્ય અધિકારી પોતાના ચેમ્બરમાં આવનારા કર્મચારીઓને યોગ્ય રીતે મળતા નથી તથા કેટલાક કર્મચારીઓના પગાર અને પેન્શન સંબંધિત કામો છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. હવે સભ્યોની રજૂઆત પછી કાર્યવાહી શરૂ થઈ છે.

બીજા મુદ્દા તરીકે વિપક્ષના નેતાએ પાટણ તાલુકામાંથી અલગ થયેલા સરસ્વતી તાલુકાને ભંડોળ ન ફાળવાયાનું મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે ડીડીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભંડોળ ફાળવણી જેવી કામગીરી તાલુકા કક્ષાએથી થાય છે અને તેનું પાલન કરવામાં આવશે.

સામાન્ય સભામાં એજન્ડા મુજબ અન્ય કામો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી સમિતિઓની બેઠકની નોંધને બહાલી આપવામાં આવી હતી. સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ નગરપાલિકાને સુપ્રત કરવાનો નિર્ણય લેવાયો હતો.

અંતમાં 15મા નાણાપંચ હેઠળના જૂના વિકાસ પ્લાનના સુધારા આયોજનને સૈદ્ધાંતિક મંજૂરી મળતાં તેને પણ બહાલી આપવામાં આવી હતી. મનરેગાનું લેબર બજેટ વિપક્ષના વાંધાઓ વચ્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નાયબ ડી.ડી.ઓ આર.કે. મકવાણા સહિત અધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande