કોડીનાર પાણી દરવાજા પાસેથી વરલી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ
ગીર સોમનાથ, 31 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસં
કોડીનાર પાણી દરવાજા પાસેથી વરલી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ


ગીર સોમનાથ, 31 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા તથા પો.હેડ કોન્સ. લલીતભાઇ ચુડાસમા નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે કોડીનાર શહેરમાં પાણી દરવાજા મામલતદાર રોડ પાસે જુગાબર અંગે રેઈડ કરી નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કોડીનાર પો.સ્ટે. જુગારધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડેલ આરોપી

(૧) હશન ઉર્ફે હશુ કાળુમીયા નકવી- ઉ.વ.૨૦ ધંધો વેપાર રહે.કોડીનાર ઠે.બુખારી મહોલ્લા તા.કોડીનાર

(ર) પકડવાનો બાકી મહેબુબઅલી મજર હુશેન રહે.કોડીનાર

> કબ્જે કરેલ મુદામાલ

(૧) રોકડ રૂા ૧૬,૫૮૦/-

(૨) જુગાર રમવાનું સાહિત્ય કાગળની ચીઠ્ઠી નંગ-૮ તથા આંકડા લખવાની પેન કી.રૂ.૦૦/૦૦

કુલ કિં.રૂા.૧૬,૫૮૦/-

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ

એલ.સી.બી. પો.ઇન્સ. એમ.વી.પટેલ, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ. એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા તથા પો.હેડ કોન્સ. લલીતભાઇ ચુડાસમા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande