હરિપુરામાં દીકરાને સ્તનપાન કરાવતી પરિણીતાને બિભસ્ત ઈશારા કરી છેડતી
સુરત, 31 જુલાઈ (હિ.સ.)-શહેરના લાલ ગેટ વિસ્તારમાં આવેલ હરીપુરા વિસ્તારમાં રહેતી પરણીતાએ તેના ઘર પાસે રહેતા યુવક સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. પરણીતા જ્યારે પણ પોતાના માસુમ દીકરાને સ્તનપાન કરાવતી હતી ત્યારે યુવક તેમને બિભસ્ત ઇશારા કરી જોયા કરતો હતો.
હરિપુરામાં દીકરાને સ્તનપાન કરાવતી પરિણીતાને બિભસ્ત ઈશારા કરી છેડતી


સુરત, 31 જુલાઈ (હિ.સ.)-શહેરના લાલ ગેટ વિસ્તારમાં આવેલ હરીપુરા વિસ્તારમાં રહેતી પરણીતાએ તેના ઘર પાસે રહેતા યુવક સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. પરણીતા જ્યારે પણ પોતાના માસુમ દીકરાને સ્તનપાન કરાવતી હતી ત્યારે યુવક તેમને બિભસ્ત ઇશારા કરી જોયા કરતો હતો. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ આ મામલે લાલગેટ પોલીસ મદદમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલ હરીપુરા વિસ્તારમાં રહેતી પરણીતાએ ગતરોજ તેના ઘર પાસે રહેતા પિયુષ મનીષભાઈ પટેલ સુરતી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તારીખ 21/7/2025 ના રોજ સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં તથા તારીખ 28/7/2025 ના રોજ સવારે સાડા છ વાગ્યાના અરસામાં પરણીતા પોતાના બેડરૂમમાં બારી પાસે બેસી તેના દીકરાને સ્તનપાન કરાવતી હતી ત્યારે પિયુષ પટેલે ઘરની બારીમાંથી તેણીને બિભસ્ત ઈશારાઓ કરવાનું ચાલુ કર્યું હતું પરંતુ એ ધ્યાન નહીં આપતા પિયુષ પટેલે તેને જોયા કરી બિભસ્ત ઈશારાઓ કરી છેડતી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande