જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરના 486માં સ્થાપના દિવસેની મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્રારા અનેરી ઉજવણી આજે કરવામાં આવી રહી છે. જામનગર શહેરના 486માં સ્થાપના દિવસ નિમિતે સવારે દરબારગઢ સર્કલ પાસે દિલાવર સાયકલ સ્ટોર્સમાં જામનગરની સ્થાપનાની ખાંભી પૂજન મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના હસ્તે તથા જામનગર શહેરમાં જુદી-જુદી પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન નિલેષભાઇ કગથરા, શહેર ભાજપ અધ્યક્ષ બિનાબેન કોઠારી, કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી કમિશનર ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, કાર્યપાલક ઇજનેર નિતિન દક્ષિત સહિતના અધિકારીઓ ઉપરાંત કોર્પોરેટર સુભાષ જોષી, પરાગ પટેલ, હર્ષાબા જાડેજા, જશુબા ઝાલા, કુસુમબેન પંડયા, તૃપ્તીબેન ખેતીયા, સરોજબેન વિરાણી, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, પાર્થ કોટડીયા વિગેરે પણ હાજર રહ્યા હતા.
નગર અમારું ભારે ગમતીલું ગામ શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ એમ.પી.શાહ મ્યુનિ. ટાઉનહોલમાં રાત્રે 9:30 કલાકે હાસ્ય, સંગીત, કાવ્યથી સભર એક મજેદાર જલસોનું જામનગર શહેરની જનતા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરની અલગ-અલગ સંસ્થાઓ, શાળાઓ, જામનગર વેપારી મહામંડળ, જુદા જુદા એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તથા શહેરના નાગરિકોને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા કમિશનર દ્વારા ઉપરોકત તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT