જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરના આંગણે પરમ પૂજય પ્રેમભિક્ષુજી મહારાજે તા.૦૧/૦૮/૧૯૬૪ શનિવારના શુભ દિને રામ જય રામ જય જય રામના મંત્રનો નાદ લગાવીને રણમલ તળાવની પાળે આવેલ બાલા હનુમાન મંદિર ખાતે રામ ધુનની શરૂઆત કરાવી હતી આ તારીખ જામનગરના ઇતિહાસમાં સુર્વણ અક્ષરે અંકિત થયેલી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે પરમ પૂજય પ્રેમભિક્ષુજી મહારાજે દાંડી બેટ ખાતે આવેલ ઐતિહાસિક મકરઘ્વજજી હનુમાનજી મહારાજની જગ્યા પર ઘણા વર્ષો સુધી આકરુ તપ કર્યુ હતુ ત્યારબાદ પ્રેમભિક્ષુજી મહારાજ જામનગર રણમલ તળાવ સ્થિત બાલા હનુમાન મંદિર આવ્યા હતા અને તા.૦૧/૦૮/૧૯૬૪ શનિવારના રોજ શ્રી રામ જય રામ જય જય રામના મહામંત્રની ધુનનો શુભારંભ કરાવ્યો હતો પ્રેમભિક્ષુજી મહારાજના આર્શિવાદ, ભકતજનો, શ્રઘ્ધાળુઓ થકી આ રામ ધુનનો શુક્રવારના રોજ ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.
આ ૬૧ વર્ષમાં ભારત પાકિસ્તાનનું યુઘ્ધ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને છેવટે દુનિયાએ કદી ન જોઇ હોય તેવી કોવિડ જેવી મહામારી આવી પરંતુ પ્રેમભિક્ષુજી મહારાજના આર્શિવાદ અને જામનગર શહેરના શ્રી રામ ભગવાનમાં અતૂટ શ્રઘ્ધા ધરાવતા ભકતજનો થકી આ શ્રી રામ અખંડ ધુન એક ક્ષણ પણ બંધ નથી થઇ તેને બાલા હનુમાનજી મહારાજની કૃપા જ ગણી શકાય આ અખંડ રામ ધુનની નોંધ ગિનીશ ઓફ વલર્ડ બુકમાં પણ નોંધાય ચુકી છે.
જામનગરની ઓળખ સમાન આ અખંડ રામધુન બાલા હનુમાન મંદિર ખાતે દેશ વિદેશથી અસંખ્ય ભકતજનો વર્ષ દરમિયાન દર્શનાથે આવીને ધન્યતાનો અનુભવ કરે છે જામનગરની સાથો સાથ પરમ પૂજય પ્રેમભિક્ષુજી મહારાજ સકિર્તન મંડળ દ્વારા દ્વારકા, પોરબંદર, પ્રભાસપાટણ, રાજકોટ, મહુવા, જુનાગઢ વગેરે સ્થળોએ અખંડ રામધુન ચાલી રહી છે આવતી કાલે તા.૦૧/૦૮/૨૦૨૫ શુક્રવારની સાંજે ૭.૩૦ વાગ્યે ૫૧ દિવાની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ભકતજનોને આ મહાઆરતીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT