અમરેલી જિલ્લાની મનોદિવ્યાંગ દીકરી મેળવ્યા છે, ગોલ્ડ મેડલ
અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાનું નાના રાજકોટ ગામ આજે ગૌરવ અનુભવી રહ્યું છે. કારણ છે ગામની દીકરી કાજલબેન મકવાણા, જેઓ શારીરિક દિવ્યાંગતા હોવા છતાં આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાત
અમરેલી જિલ્લાની મનોદિવ્યાંગ દીકરી  મેળવ્યા છે ગોલ્ડ મેડલ


અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાનું નાના રાજકોટ ગામ આજે ગૌરવ અનુભવી રહ્યું છે. કારણ છે ગામની દીકરી કાજલબેન મકવાણા, જેઓ શારીરિક દિવ્યાંગતા હોવા છતાં આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાત્મક રમતમાં કાજલબેને પોતાની મહેનત અને દ્રઢ મનોબળના આધારે એવુ કરિ બતાવ્યું કે આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

કાજલબેનનો પ્રવાસ એક સામાન્ય મુસાફરી નહોતો. જન્મથી શારીરિક દિવ્યાંગતા હોવા છતાં તેમણે પોતાની અંદર રહેલી શક્તિ અને સંઘર્ષની આગથી પોતાને તૈયાર કર્યા. શરૂઆતમાં ગામના સીમિત સાધનો વચ્ચે તેઓએ ટેબલ ટેનિસની તાલીમ શરૂ કરી. સતત દૈનિક અભ્યાસ, નિયમિત કસરતો અને કુશળ કોચિંગના સહારે તેમણે પોતાની ટેક્નીક સુધારી અને ધીરે ધીરે રાષ્ટ્રીય સ્તરે પગદંડી બનાવવાનું શરૂ કર્યું.

તેમની પ્રતિભાને પહેલી માન્યતા મળીઃ જ્યારે તેઓએ વડોદરામાં યોજાયેલી પેરા સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. માત્ર એટલુ જ નહીં, સાથે બે બ્રોન્ઝ મેડલ પણ મેળવી કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા. કાજલબેન માટે એ માત્ર જીત નહીં હતી, પણ તેમના સપનાના દરવાજા ખુલવાની શરૂઆત હતી. ચીનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ હવે તેઓ અમેરિકા જઈને ભારત માટે પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે — જે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અમરેલી જિલ્લાના ગૌરવની વાત છે.

આ તમામ સફળતા પાછળ કાજલબેનનો અવિરત પ્રયાસ, અસાધારણ દ્રઢતા અને તેમના પરિવારનો અમૂલ્ય સહકાર રહેલો છે. તેમના માતા-પિતા અને ગામના લોકોએ તેમને હંમેશાં પ્રોત્સાહન આપ્યું. પરિવારજનો માટે કાજલબેન માત્ર દીકરી નહીં, પરંતુ એક સંઘર્ષશીલ યુદ્ધા છે જેમણે સમાજ માટે પ્રેરણાનું દિવાસળું બન્યું છે.

કાજલબેનનું જીવનયાત્રા આજે હજારો યુવાનો માટે ઉદાહરણરૂપ બની છે. જ્યારે આજના સમયમાં મોટા ભાગના યુવાનો ટેકનોલોજી, મોબાઇલ અને મોજમસ્તીમાં જીવન વિતાવી રહ્યા છે, ત્યારે કાજલબેન જેવા યુવાનો મહેનત, અનુકૂલનશીલતા અને નિષ્ઠાના દ્રષ્ટાંત આપે છે.

તેમના સંદેશા સરળ છે પણ અસરકારક છે – શરીર દિવ્યાંગ હોઈ શકે, પણ મન દ્રઢ હોય તો કોઈ પણ સપનાનું સાકાર કરવું અશક્ય નથી.

આવી દીકરીઓ સમાજના નવનિર્માણમાં એક પ્રેરણાના પથદર્શક બની શકે છે. કાજલબેન મકવાણા ન માત્ર ટેબલ ટેનિસના મેદાનમાં, પણ માનવતાના મેદાનમાં પણ એક ચેમ્પિયન છે.

કાજલબેનની સફળતા સમગ્ર ગુજરાતનું ગૌરવ છે અને ભારત માટે આશાનું તેજ છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande