સોનાની લક્કી ડ્રો ની સ્ક્રીમ આપી વરાછામાં નિલકંઠ જવેલર્સના માલીકનું ઉઠમણું
સુરત, 31 જુલાઈ (હિ.સ.)-વરાછા, પુણા બોમ્બે માર્કેટ રોડ ખાતે આવેલ નિલકંઠ જવેલર્સના માલીકે સોનાની 100 ગ્રામની લક્કી ડ્રો સ્ક્રીમ બહાર પાડી રાંદેર રોડ વિસ્તારમાં રહેતા રિલાયન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂ.1.59 લાખ પડાવ્યા બાદ દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયો
સોનાની લક્કી ડ્રો ની સ્ક્રીમ આપી વરાછામાં નિલકંઠ જવેલર્સના માલીકનું ઉઠમણું


સુરત, 31 જુલાઈ (હિ.સ.)-વરાછા, પુણા બોમ્બે માર્કેટ રોડ ખાતે આવેલ નિલકંઠ જવેલર્સના માલીકે સોનાની 100 ગ્રામની લક્કી ડ્રો સ્ક્રીમ બહાર પાડી રાંદેર રોડ વિસ્તારમાં રહેતા રિલાયન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂ.1.59 લાખ પડાવ્યા બાદ દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો. જવેલર્સના ઉઠામણાંમાં અન્ય લોકોના પણ પૈસા ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે રાંદેરના યુવકની ફરિયાદ લઈ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાંદેર, જહાંગીરાબાદ, પરીશ્રમ પાર્ક સોસાયટીમાં રહેતા અનિલકુમાર ચમનભાઈ ડુમાણીયા (ઉ.વ.28) હજીરાની રિલાયન્સ કંપનીમાં નોકરી કરે છે. અનિલભાઈ અને તેના સગા સંબંધીઓએ વર્ષોથી વરાછા, પુણા બોમ્બે માર્કેટ રોજ, સ્વામીનારાયણ સોસાયટીમાં આવેલ નિલકંઠ જવેલર્સના માલીક હનુમાન છોગારામજી વિષ્નોઈ (રહે, સ્વામીનારાયણ સોસાયટી, પુણા બોમ્બે માર્કેટ રોડ, તથા આરણ્ય-02 વૈકુંઠધામ સોસાયટીની સામે ગોડાદરા) પાસેથી દાગીના ખરીદી છે. દરમિયન ઓગસ્ટ 2004 માં અનિલભાઈ ઘરેણાનું કામ હોવાથી તેમની દુકાને ગયા હતા. તે વખતે હનુમાન વિષ્નોઈઍ તેમને પોતે સોનાની સ્ક્રીમ ચાલુ કરવાનો છું, જે સ્ક્રીમમાં દરેક ગ્રાહકોને 100 ગ્રામ સોનું આપવાનું છે. તેમાં દર મહિને લક્કી ડ્રો કરવામાં આવશે. તે વ્યકિતનું નામ નિકળશે તેને 100 ગ્રામ સોનું આપવામાં આવશે. અને માર્કેટના ભાવ પ્રમાણે જે તે દિવસે સોનાનો ભાવ હોય તે પ્રમાણે મહિને હપ્તો ભરવાનો રહેશે. તેમ કહી લોભામણી સ્ક્રીમ આવી અનિલભાઈને વિશ્વાસમાં લીધા હતા. હનુમાન વિષ્નોઈની વાતોમાં આવી અનિલભાઈએ સ્ક્રીમમાં જાડાયા હતા. ઓગસ્ટ 2024 થી 20 માર્ચ 2025 સુધીમાં 8 હપ્તાના કુલ રૂપિયા 1,59,758 ભર્યા હતા. ત્યારબાદ હનુમાન વિષ્નોઈ મોબાઈલ અને દુકાન બંધ કરી ભાગી ગયો હતો. આ અંગે અનિલભાઈને ખબર પડતા તપાસ કરતા હનુમાન વિષ્નોઈઍ ઉઠમણું કર્યું હોવાનુ બહાર આવતા આ મામલે ગતરોજ ફરિયાદ નોધાવતા વરાછા પોલીસે તેમની ફરિયાદને આધારે હનુમાન વિષ્નોઈ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande