પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રેલવે ફાટક બંધ કરી દેતા લોકોમાં રોષ.
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.)પોરબંદરના નરસંગ ટેકરી થી ઉદ્યોગનગર તરફ જતા રસ્તા પર આવેલો રેલવે ફાટક આજે એકાએક બંધ કરી દેવાતા ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો ફાટક કોઈ પણ જાણ કર્યા વિના બંધ કરી દેવામા આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પોરબંદરના બાયપાસ ર
પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રેલવે ફાટક બંધ કરી દેતા લોકોમાં રોષ.


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.)પોરબંદરના નરસંગ ટેકરી થી ઉદ્યોગનગર તરફ જતા રસ્તા પર આવેલો રેલવે ફાટક આજે એકાએક બંધ કરી દેવાતા ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો ફાટક કોઈ પણ જાણ કર્યા વિના બંધ કરી દેવામા આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પોરબંદરના બાયપાસ રોડ એટલે કે નરસંગટેકરી પાસે વર્ષો પહેલા ફલાય ઓવર બ્રિજ બનાવામા આવ્યો છે. ત્યારથી રેલવે વિભાગ ફલાયર ઓવર નીચેનુ રેલવે ફાટક બંધ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ સ્થાનિકોના વિરોધને લઈ જેતે સમયે ફાટક ખુલ્લુ રાખવામાં આવ્યુ અંત આજે એકએક રેલવ ફાટક બંધ કરી દેવામાં આવતા લોકોની મુશ્કેલી વધી છે. ફાટક બંધ થતા બાજુમાંથી ડ્રાઇવઝન આપવામાં આવ્યુ છે આ રસ્તો પણ બિસ્માર હાલતમાં હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે રસ્તાની ખાસ કોઈ વ્યવસ્થા વિના ફાટક બંધ કરી દેવામાં આવ્યુ છે. નરસંગટેકરીથી માર્કેટીગ યાર્ડ,ઉદ્યોગનગર,ખાપટ ને જયુબેલી જવાના પરનુ ફાટક બંધ કરવામાં આવતા હજારો લોકોની મુશ્કેલી વધી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande