કોલકતા, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બુધવારે રાત્રે હાવડાના પ્રખ્યાત દક્ષિણેશ્વર કાલી મંદિરમાં મુલાકાત લીધી અને પૂજા-અર્ચના કરી. સંત રામકૃષ્ણ પરમહંસે, આ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી હતી.
દર્શન દરમિયાન રાષ્ટ્રપતિએ, માં કાલીના ચરણોમાં પ્રસાદ અર્પણ કર્યો અને આરતીમાં પણ ભાગ લીધો. તેમણે ધૂપદાની અને પંચ પ્રદીપ પ્રગટાવીને દેવીને આહ્વાન કર્યું. રાષ્ટ્રપતિએ મંદિરના પૂજારીઓની મદદથી કરવામાં આવતી પૂજામાં ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી.
પૂજા પછી રાષ્ટ્રપતિ મુર્મુએ, મંદિરના ઐતિહાસિક વારસા વિશે માહિતી મેળવી. તેમણે રાણી રાસમણી દ્વારા સ્થાપિત આ લગભગ બેસો વર્ષ જૂના મંદિર સંકુલના ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વને સમજ્યું. આ મંદિર હુગલી નદીના પૂર્વ કિનારે આવેલું છે અને બંગાળના આધ્યાત્મિક જીવનમાં તેનું વિશેષ સ્થાન છે.
અગાઉ રાષ્ટ્રપતિએ, નદિયા જિલ્લાના કલ્યાણી ખાતે સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ