પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : ભારત વિશ્વનાં ટોચના માછીમારી ઉત્પાદન ધરાવતા દેશોમાંનો એક છે, જ્યાં હજારો ગ્રામ્ય અને તટીય પરિવારો પાણીમાંથી માછીમારી દ્વારા પોતાનો જીવન નિર્વાહ કરે છે. માછીમારી ક્ષેત્ર ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વપૂર્ણ અંગ છે; આ ક્ષેત્ર રોજગારના નવીન સ્રોત, પોષકતાના સાધન અને નિકાસ આવકનું મુખ્ય આધાર છે. ખેડૂતોના સરખામણીએ, માછીમારી પણ જમીન, પાણી, મજૂરો વગેરે કુદરતી સંસાધનો પર આધાર રાખે છે. પરંતુ આવકવેરા અધિનિયમની કલમ 10(1) હેઠળ માછીમારીની આવકને ખેડૂતની આવક તરીકે માન્યતા અપાતી નથી.જેના કારણે માછીમારીકારો પર કરનો ભાર વધે છે અને આ ક્ષેત્રના ટકાઉપણાને જોખમ થાય છે. ત્યારે આ માછીમારોને મુક્તિ આપવા રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે,માછીમારી પણ કૃષિ-સમાન પ્રવૃત્તિ છે, જેમાં સામાન સંસાધનો, જોખમ, અને મજૂરો સામેલ છે. તે માટે તેને કૃષિ-આવક તરીકે માન્યતા આપવી જરૂરી છે.
લાખો નાના માછીમારો સંપૂર્ણપણે આ પ્રવૃત્તિ પર નિર્ભર છે. તેઓની આવક પર કરમુક્તિથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત અને સામાજિક સુસ્થિરતા વધારશે. આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિથી સ્થાનિક ઉત્પાદન, આયાતમાં ઘટાડો, અને સ્વ-નિર્ભરતા વધારવા માટે કરમુક્તિ ઉપયોગી સાબિત થશે, માછીમારી ક્ષેત્રે રોજગાર મળશે જે ગ્રામ્ય સ્થળાંતર ઘટાડશે, ખાસ કરીને યુવાનોમાં આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ વધશે, અન્ય દેશોમાં માછીમારી અને એકવાકલ્ચર બંનેને કૃષિ પ્રવૃત્તિઓમાં ગણવું અને આવકવેરા મુક્તિ આપવી સામાન્ય છે. જેમ કે, ચીનઃ નાના માછીમારીકારો માટે આવકવેરા મુક્તિ. કેટલીક સંસ્થાઓને ઘટાડેલા દરે કર અથવા સમયમર્યાદિત છૂટ,બાંગ્લાદેશઃ માછીમારી આવક કૃષિ આવક ગણાય છે અને કરમુક્તિ મળે છે, ફિલિપાઈન્સઃ નાના માછીમાર અને સહકારી સંસ્થાઓને કર છૂટ છે, થાઈલેન્ડઃ કેટલીક પ્રકારની માછીમારી આવક કૃષિ આવક તરીકે માન્ય છે, વિએતનામઃ માછીમારી સહકાર સંસ્થાઓ માટે કર મુક્તિ અથવા છૂટ છે, ઈન્ડોનેશિયાઃ નાના માછીમાર કરમુક્ત અને પ્રદેશિક સરકારો દ્વારા પ્રોત્સાહન મળે છે.વધુમાં સૂચનો કરતા જણાવ્યું છે કે, 1. મત્સ્યપાલકોની કાનૂની વ્યાખ્યા. નીતિ સ્પષ્ટતા અને કાર્યક્ષમ અમલીકરણ ને સક્ષમ બનાવવા માટે કર માળખામાં “માછલી ખેડૂતો (અંતદેશીય અને દરિયાઈ) ઓપચારિક રીતે માન્યતા આપવી જોઈએ., કલમ 10(1)-માં સુધારણાઃ આવકવેરા કાયદામાં કૃષિ આવકની વ્યાખ્યા હેઠળ આંતરિક અને દરિયાઈ મત્સ્યઉદ્યોગમાંથી થતી આવકનો સ્પષ્ટપણે સમાવેશ કરવો જોઈએ, પ્રતિષ્ઠાન સ્તર પર સમાનતાઃ નાના માછીમારો તેમજ વ્યવસાયિક માછીમારોને કૃષિ-આવકની સ્વીકૃતિ અને જરૂરી સબસિડીઝ પ્રદાન કરવી જોઈએ., MSME લાભોઃ માછીમારી તેમજ તેના સંબંધિત પ્રવૃત્તિઓને MSME તરીકે સામેલ કરી તેમાં આવકવેરા અને નાણાકીય સુવિધા આપવી જોઈએ., રાજ્ય સ્તરે સહયોગ: કેન્દ્રની કરમુક્તિ સાથે સામેલ થવા માટે રાજય સરકારોને માછીમારી માટે અનુકૂળ નીતિઓ અપનાવવા ઉત્સાહિત કરવા જોઈએ., નાણાકીય પ્રોત્સાહનઃ માછીમારીકારો માટે વ્યાજવટ્ટા, મુક્ત આવક સ્તરો, અને ખાસ લોન ઉત્પાદનો જેવા વિશેષ પ્રોત્સાહનો લાવવા જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya