શેત્રુંજીવાડમાં બંધ મકાનમાંથી તસ્કરો 3.35 લાખના દાગીના ચોરી પલાયન
સુરત, 31 જુલાઈ (હિ.સ.)-શહેરના સલાબતપુરા વિસ્તારમાં શેત્રુંજીવાડમાં આવેલ બુરહાની બાગ એપાર્ટમેન્ટમાં ગતરોજ તસ્કરોએ એક ફ્લેટને નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ લોખંડની ગ્રીલની જાળી તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં તિજોરીમાં મુકેલા રૂપિયા 3.5 લાખના સોનાના
Surat


સુરત, 31 જુલાઈ (હિ.સ.)-શહેરના સલાબતપુરા વિસ્તારમાં શેત્રુંજીવાડમાં આવેલ બુરહાની બાગ એપાર્ટમેન્ટમાં ગતરોજ તસ્કરોએ એક ફ્લેટને નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ લોખંડની ગ્રીલની જાળી તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં તિજોરીમાં મુકેલા રૂપિયા 3.5 લાખના સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી બનાવને પગલે ભોગ બનનારે આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સલાબતપુરા વિસ્તારમાં શેત્રુંજીવાડમાં બુરહાની બાગ નગર એપાર્ટમેન્ટમાં રહેતા હોજેફા શાબીરભાઈ ડોક્ટર એ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં રૂપિયા 3.35 લાખની ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે તારીખ ૩૦/૭/૨૦૨૫ ના રોજ સવારે 7:45 થી બપોરે 1 : 45 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસામો એ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં આવેલ લોખંડના ગ્રીલ વાળી જાળી તોડી નાખી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં તિજોરીમાં મુકેલ અલગ અલગ ચાવી વડે તિજોરી ખોલી રૂપિયા 3.35 લાખના 134 ગ્રામ સોનાના દાગીના ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેથી બનાવને પગલે બાદમાં હોભેજા ડોક્ટરને જાણ થતા તેઓએ આ મામલે સલામતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે રૂપિયા 3.35 લાખની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande