જિલ્લામાં શ્રાવણ મહિનાની ઋતુએ ફૂલના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો
અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના ફૂલ બજારમાં હાલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શ્રાવણ માસના આગમન બાદ ફૂલોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે, જેને લીધે તેના ભાવમાં રૂ. 10 થી લઈને 30 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. જેણે રોજિંદા પૂજાપાઠ માટે
જિલ્લામાં શ્રાવણ મહિનાની ઋતુએ ફૂલના ભાવમાં લાવ્યું નોંધપાત્ર વધારો


અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના ફૂલ બજારમાં હાલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શ્રાવણ માસના આગમન બાદ ફૂલોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે, જેને લીધે તેના ભાવમાં રૂ. 10 થી લઈને 30 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. જેણે રોજિંદા પૂજાપાઠ માટે ફૂલ ખરીદતા લોકોની ખીસ્સા પર સીધો અસર કર્યો છે.

કનુભાઈ માળી – 50 વર્ષથી ફૂલના વેપારમાં

ફૂલ વ્યવસાય સાથે છેલ્લા પાંચ દાયકાથી સંકળાયેલા અમરેલી શહેરના કનુભાઈ માળી જણાવે છે કે, “હું 50 વર્ષથી ફૂલનો વેપાર કરું છું, પણ દર વર્ષે શ્રાવણ માસ આવે ત્યારે ફૂલના ભાવમાં વધારોય જોવાય છે. આ વર્ષે પણ એવુંજ થયું છે. શ્રાવણ મહિનામાં શિવજીને અર્પણ કરવા માટે લોકો વિશેષ રૂપે ગુલાબ, મોગરો, ચાંપો, ઝાંભલી અને પીળા ફૂલો ખરીદે છે.”

કનુભાઈએ વધુમાં જણાવ્યું કે, “હવે જરૂરિયાત જેટલું ઉત્પાદન નથી થતું, કારણ કે વરસાદના કારણે ઘણી જગ્યાએ પાક ને નુકસાન થયું છે. બીજી તરફ મંદિર અને ઘરોમાં પૂજાનું પ્રમાણ વધી ગયું છે, એથી ભાવ વધ્યા છે.”

વધેલા ભાવની વિગતો

અમરેલીના મુખ્ય ફૂલ બજારમાં મળતી માહિતી અનુસાર ગુલાબના ફૂલનો દર અગાઉ રૂ. 140 પ્રતિ કિલો જેટલો હતો, જે હવે વધીને રૂ. 180 સુધી પહોંચ્યો છે. પીળા ફૂલ – જેમ કે ગંદા, ઝેંડું અને સુનફુલ – નો ભાવ રૂ. 150 પ્રતિ કિલો થયો છે, જ્યારે સફેદ ફૂલો – જેમાં મોગરો અને ચાંપો મુખ્ય છે – તેનો દર હવે રૂ. 200 પ્રતિ કિલો સુધી બોલાય છે.

માર્કેટમાં માંગ ઊંચે – પુરવઠો ઓછો

જિલ્લાના કેટલાક ખેડૂતો અને ફૂલ વેચાણ કરતાં વેપારીઓ કહે છે કે વરસાદના કારણે ફૂલોના છોડને યોગ્ય તાપમાન અને ધુપ મળતી નથી, જેના કારણે ઉત્પાદન ઘટ્યું છે. બીજી તરફ શ્રાવણ મહિનામાં રોજીનાં પૂજાપાઠ ઉપરાંત યાત્રાઓ, વ્રત-ઉપવાસ અને ધાર્મિક પ્રસંગોની સંખ્યા વધી છે, જેથી ફૂલોની માંગ સતત ઊંચી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું

અંબાજી ચોક ખાતે દરરોજ ફૂલો ખરીદવા આવતા યુવાન ભક્ત પંકજભાઈ રાણાભાઈ જણાવે છે કે, “હું દર સોમવાર શિવજી માટે ફૂલ લેવાનો છું. પહેલા રૂ. 20-30 માં કામ ચાલતું હતું, હવે એ જ ફૂલ માટે રૂ. 50 જેટલા ચૂકવવા પડે છે.”

બીજી બાજુ, પુષ્પ વેચાણ કરતાં મહિલાઓ કહે છે કે ગ્રાહકો હવે પહેલાં કરતાં ઓછી માત્રામાં ફૂલ ખરીદી રહ્યા છે. “

માર્કેટ વિશ્લેષકો અને ફૂલ વેપારીઓના અનુમાન પ્રમાણે, શ્રાવણ માસ આખો ચાલે ત્યાં સુધી ભાવમાં વધારો યથાવત્ રહેશે. ખાસ કરીને શ્રાવણનો અંતિમ સોમવાર, નાગપંચમી અને રક્ષાબંધન જેવા દિવસો નજીક આવતા ભાવમાં હજી વધુ ઉછાળો આવવાની શક્યતા છે.

ફૂલોના ભાવમાં થયેલો તાજેતરનો વધારો એ સ્થાનિક બજારની માંગ અને પુરવઠાની અસંતુલનને દર્શાવે છે. શ્રાવણમાં ધાર્મિક ભાવનાના કારણે લોકો ભાવ વધ્યા હોવા છતાં પણ ખરીદી કરે છે. જયારે ખેડૂત અને વેચાણ કરતા લોકોને આમાં નફો જોવા મળી રહ્યો છે, ત્યારે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પૂજાપાઠ કરતા લોકો માટે આ ખર્ચ વધારતો અનુભવાઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande