જિલ્લામાં કૉસ સંસ્કૃતિનું લોપ અને આધુનિક ટેકનોલોજીનો વધતો પ્રભાવ
અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં કૉસ સંસ્કૃતિનું લોપ અને આધુનિક ટેકનોલોજીનો વધતો પ્રભાવ અમરેલી જિલ્લાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અનેક રીતે વિશિષ્ટ રહ્યો છે. વર્ષો પહેલાં, જ્યારે વીજળી અને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ ન હતી, ત્યારે ગ્રામ્ય
જિલ્લામાં કૉસ સંસ્કૃતિનું લોપ અને આધુનિક ટેકનોલોજીનો વધતો પ્રભાવ


અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં કૉસ સંસ્કૃતિનું લોપ અને આધુનિક ટેકનોલોજીનો વધતો પ્રભાવ

અમરેલી જિલ્લાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અનેક રીતે વિશિષ્ટ રહ્યો છે. વર્ષો પહેલાં, જ્યારે વીજળી અને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ ન હતી, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પાણી મેળવવા માટે લોકો પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરતા. એ પદ્ધતિઓમાં સૌથી મહત્વપૂર્ણ હતી ‘કૉસ’ – જે એ સમયના કુવા પરથી પાણી ખેંચવાના માનવશ્રમ આધારિત મશીનના રૂપમાં કાર્ય કરતા.

કૉસ સામાન્ય રીતે બે પશુઓ (ઘોડો, ઊંટ કે બળદ)ના દ્વારા ચલાવવામાં આવતો. પશુઓ એક ચોક્કસ વર્તુળમાં ફરતા અને તેમની જોડાયેલ લાકડાની સંરચનાથી પાણીને ઉપસવાનું મિકેનિઝમ કાર્યરત થતું. આ કૉસ લાંબા સમય સુધી ગામલોકોના દૈનિક જીવનનો એક અભિન્ન ભાગ રહ્યા હતા. તેમનો ઉપયોગ માત્ર પીવાના પાણી માટે નહિ, પણ ખેતી માટેના સિંચાઈ કાર્ય માટે પણ મહત્વપૂર્ણ રહ્યો હતો.

કાળક્રમે, આધુનિકતા સાથે ગ્રામ્ય જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. વીજળીના વ્યાપ સાથે જ સબમરસીબલ પમ્પોનો વ્યાપક ઉપયોગ શરૂ થયો. એ પંપોની મદદથી પાણી ઝડપી અને વધુ ઊંડાઈથી બહાર ખેંચી શકાય છે. જેના કારણે કૉસ જેવી પરંપરાગત પદ્ધતિઓ અસ્તિત્વમાંથી અદૃશ્ય થવા લાગી.

આજે ખાંભા તાલુકાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ કૉસના જુના સ્ટ્રક્ચરો જોવા મળે છે, આવા અવશેષો અમરેલીના ઐતિહાસિક વિકાસના સાક્ષી તરીકે ઊભા છે. જો યોગ્ય રીતે સંરક્ષણ કરવામાં આવે તો આ સ્થાપત્યો ભવિષ્યની પેઢી માટે શીખવાની સામગ્રી બની શકે.

આજની પેઢીએ જરૂર છે કે તેઓ માત્ર ટેકનોલોજી તરફ ન દોડે, પણ પોતાના ઈતિહાસ અને સંસ્કૃતિને પણ સમજે અને સાચવે. કૉસ જેવો પરંપરાગત જળસંગ્રહનો ભાગ અમરેલીના વારસાના રૂપે ઓળખાય એ દિશામાં પ્રયાસ થવો જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande