લૂંટના ગુન્હામાં પોલીસે આરોપી પાસે કરાવ્યું રિકન્ટ્રક્શન
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના રાણાકંડોરણા ગામે સોમવારના બપોરના સમયે લુટ કરવામાં આવી હતી આ બનાવમાં પોલીસે છ શખ્સોને રાણાવાવ નજીકથી ઝડપી લીધા હતા આજે ઘટના સ્થળે રી-કન્સ્ટ્રકશન કરવામા માટે આઠ આરોપીને લઇ જવામાં આવ્યા હતા તે દરમ્યાન લોકોએ પોરબંદર
લૂંટના ગુન્હામાં પોલીસે આરોપી પાસે કરાવ્યું રિકન્ટ્રક્શન.


લૂંટના ગુન્હામાં પોલીસે આરોપી પાસે કરાવ્યું રિકન્ટ્રક્શન.


લૂંટના ગુન્હામાં પોલીસે આરોપી પાસે કરાવ્યું રિકન્ટ્રક્શન.


લૂંટના ગુન્હામાં પોલીસે આરોપી પાસે કરાવ્યું રિકન્ટ્રક્શન.


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના રાણાકંડોરણા ગામે સોમવારના બપોરના સમયે લુટ કરવામાં આવી હતી આ બનાવમાં પોલીસે છ શખ્સોને રાણાવાવ નજીકથી ઝડપી લીધા હતા આજે ઘટના સ્થળે રી-કન્સ્ટ્રકશન કરવામા માટે આઠ આરોપીને લઇ જવામાં આવ્યા હતા તે દરમ્યાન લોકોએ પોરબંદર પોલીસ ઝીદબાદના નારા લગાવ્યા હતા રાણાકંડોરણા ગામે ધાર વિસ્તારમાં રહેતા કરશનભાઈ દેવાણંદભાઈ નંદાણીયાના રહેણાંક મકાનમા બપોરના સમયે છ જેટલા અજાણ્યા શખ્સો પ્રાણઘાતક હથિયાર લઇ ધસી આવ્યા હતા આઠ વર્ષના બાળકના ગળે છરી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પરિવારના તમામ સભ્યોને રૂમમાં પુરી કબાટનો લોક તોડી કુલ 27 તોલાના ઘરેણા અને રૂ.80 હજારની રોકડ રકમની લુટ કરી હતી આ લુંટારૂને ઝપડી લેવા પોલીસે ચાર ટીમ બનાવી હતી જીલ્લાભરમાં નાકાબંધી કરી એલસીબીએ રાણાવાવ -જામનગર રોડ પરથી છ જેટલા આરોપીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રી-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યુ હતુ લુંટના આરોપીનો વરઘોડો કાઢવામા આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને પોરબંદર પોલીસ ઝીંદાબાદ નારા લગાવ્યા હતા આ કેસમાં લુંટ કરનાર છ આરોપી અને કાવતરૂ કરનારા ફરીયાદીના બનેલી દિલીપ સાંજવા અને પ્રફુલ પ્રભુદાસ સરડવાને પણ પોલીસે ઝડપી લીધા હતા અને તેમને પણ ઘટના સ્થળે લઇ જવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande