પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામા માથાભારે અને અસામાજીક તત્વો સામે પાસા અને તડીપારની કાર્યવાહી કરી રહી છે.ત્યારે વધુ ત્રણ અસામાજી તત્વોને જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. પોરબંદર જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાની સુચના થી રાણાવાવ ડિવીઝનના ડીવાયએસપી ધ્રુવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ માધવપુરના પીઆઈ કે એન ઠાકરાયએ અસામાજી તત્વો પોરબંદર જીલ્લાના કેશુભભાઇ અરભમભાઇ કડછા, ગાંગા કારાભાઇ કડછા અને ભરતભાઇ હરદાસભાઈ પરમાર સામે તડીપારની દરખાસ્ત તૈયારી કરી સબ ડિવી.મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતા આ દરખાસ્ત મજુર કરવામાં આવતા આ શખ્સોને પોરબંદર જીલ્લામાંથી ત્રણ માસ માટે તડીપાર કરવામાં આવ્યાછે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya