કેન્દ્રીય રેલ મંત્રી ભાવનગર થી આપશે લીલી ઝંડી
- ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને રવિવારે આપશે લીલી ઝંડી ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) ભાવનગર શહેર માટે એક મોટી રાહત અને આનંદની ઘડી આવી છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલી ભાવનગરથી અયોધ્યા જતી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ હવે થવા જઈ રહ્યો છે. રવિવારના રોજ સવારે
કેન્દ્રીય રેલ મંત્રી ભાવનગર થી આપશે લીલી ઝંડી


- ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને રવિવારે આપશે લીલી ઝંડી

ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) ભાવનગર શહેર માટે એક મોટી રાહત અને આનંદની ઘડી આવી છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલી ભાવનગરથી અયોધ્યા જતી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ હવે થવા જઈ રહ્યો છે. રવિવારના રોજ સવારે ભાવનગર રેલ્વે સ્ટેશન પરથી કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનને લીલી ઝંડી આપી અયોધ્યા તરફ રવાના કરશે.

આ ટ્રેનની જાહેરાત ઘણા સમય પહેલા પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી હતી, પણ નવી રેકની અછતના કારણે તેનો પ્રારંભ શક્ય બન્યો નહોતો. હવે આખરે નવી એલ.બી.એચ. રેક મળ્યા બાદ આ ટ્રેનને શરૂ કરવાની તમામ તૈયારી રેલવે તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ ટ્રેનને લઈને ભાવનગરના સંસદસભ્ય તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ રેલ મંત્રાલય સમક્ષ સતત રજૂઆતો કરી હતી. તેમના પ્રયાસોને પરિણામે આજે ભાવનગરથી અયોધ્યા માટે નિયમિત સાપ્તાહિક ટ્રેન શરૂ થવાની છે.

આ ટ્રેનના શરૂ થવાથી ધાર્મિક યાત્રિકો ઉપરાંત સામાન્ય મુસાફરો માટે પણ એક સસ્તું અને સુરક્ષિત પરિવહન મિડીયમ ઉપલબ્ધ બનશે. અયોધ્યા જવા માટેની માર્ગસુવિધામાં હવે વધારો થયો છે.

સ્થાનિકોએ અને મુસાફરોએ આ ટ્રેન શરૂ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે અને રેલવે મંત્રી તથા સંસદસભ્ય નિમુબેનનો આભાર માન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande