અમરેલી 31 જુલાઈ (હિ.સ.) અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે જણસની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં શિંગ મગફળીનો ભાવ 1,032 રૂપિયાથી 1,035 સુધી નોંધાયો હતો. શિંગ મોટીનો ભાવ આજે 1,041 રૂપિયાથી 1,100 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં 18 ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે શિંગદાણાનો ભાવ 1,200 રૂપિયાથી 1,476 સુધી નોંધાયો હતો. શિંગદાણા ફાડાનો ભાવ 1,050 થી 1,330 સુધી નોંધાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ 1,040 થી 2,062 રૂપિયા સુધી નોંધાયો હતો. 1,337 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તલ કાળાનો ભાવ 2,000 થી 3,980 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 128 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તલ કાશ્મીરીનો ભાવ 1,700 રૂપિયાથી 2,372 સુધી બોલાયો હતો. 140 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરીનો ભાવ 342 રૂપિયાથી 513 રૂપિયા સુધી નોંધાયો હતો. જુવારનો ભાવ 271 થી 300 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 475 થી 551 સુધી નોંધાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 465 રૂપિયાથી 569 સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 298 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 940 રૂપિયાથી 1,212 રૂપિયા સુધી બોલાયો હતો. તુવેરનો ભાવ 1,015 રૂપિયાથી 1,576 રૂપિયા સુધી નોંધાયો હતો. યાર્ડમાં આજે કપાસનો ભાવ 912 રૂપિયાથી 1,684 રૂપિયા સુધી નોંધાયો હતો. 296 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. એરંડાનો ભાવ 944 રૂપિયાથી 1,266 રૂપિયા સુધી નોંધાયો હતો. 14 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai