બોટાદના જનસેવા કેન્દ્ર ખાતે, અરજદારો માટે લેખન ડેસ્ક ઉપલબ્ધ કરાયું
બોટાદ, 31 જુલાઈ (હિ.સ.) બોટાદ તાલુકા મામલતદાર કચેરી, બોટાદ ખાતે આવેલ જનસેવા કેન્દ્ર પર રોજિંદા મોટી સંખ્યામાં અરજદારો તેમના વિવિધ કામકાજ માટે આવતા હોય છે. અરજદારોના સમયની બચત થાય, તેમને સરળતા રહે અને કામગીરીમાં ગતિ આવે તે હેતુસર writing desk (લેખન ડે
બોટાદના જનસેવા કેન્દ્ર ખાતે અરજદારો માટે લેખન ડેસ્ક ઉપલબ્ધ કરાયું


બોટાદ, 31 જુલાઈ (હિ.સ.) બોટાદ તાલુકા મામલતદાર કચેરી, બોટાદ ખાતે આવેલ જનસેવા કેન્દ્ર પર રોજિંદા મોટી સંખ્યામાં અરજદારો તેમના વિવિધ કામકાજ માટે આવતા હોય છે. અરજદારોના સમયની બચત થાય, તેમને સરળતા રહે અને કામગીરીમાં ગતિ આવે તે હેતુસર writing desk (લેખન ડેસ્ક) મૂકવામાં આવ્યા છે.

લેખન ડેસ્ક સાથે writing માટે જરૂરી પેન અને ગ્લુ બોટલ જેવી લઘુત્તમ જરૃરી Writing સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી અરજદારો સરળતાથી નમૂના રૂપના ફોર્મ્સ જોઈને પોતાની અરજી જાતે જ ભરી શકે છે. અગાઉ અરજદારોને ફોર્મ ભરવા માટે અન્ય જગ્યાએ લખવા જવું પડતું હતું, અને પેન કે ગ્લુ જેવી સામગ્રીનો અભાવ સર્જાતો હતો, જે હાલ હવે writing deskના કારણે દૂર થયો છે.

આ ઉપક્રમ હેઠળ નમૂનારૂપ ફોર્મસ જાહેર સ્થળે મૂકવામાં આવ્યા છે જેનો અભ્યાસ કરીને અરજદારો પોતાનું ફોર્મ યોગ્ય રીતે ભરી શકે છે. આથી અરજદારોને કોઇએ માર્ગદર્શન આપવાની જરૂર પણ ઘટી છે અને સરકારી પ્રક્રિયાઓ ઝડપથી આગળ વધી શકે છે.

તાલુકા મામલતદાર કચેરી બોટાદના આ પ્રયત્નને સરાહના મળી રહી છે અને વિવિધ જિલ્લાઓના કચેરીઓમાં પણ આવી સુવિધાઓ અમલમાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સરકારી કચેરીમાં નાના પણ ઉપયોગી ફેરફારો જનસેવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે તે આ ઉપક્રમથી સાબિત થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande