માલેગાંવ બ્લાસ્ટ કેસમાં, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા
મુંબઈ, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). ગુરુવારે મુંબઈની ખાસ એનઆઈએ કોર્ટે, 29 સપ્ટેમ્બર 2008 ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ક
માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટ નો ફાઈલ ફોટો


મુંબઈ, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). ગુરુવારે મુંબઈની ખાસ એનઆઈએ કોર્ટે, 29 સપ્ટેમ્બર 2008 ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે, તપાસ ટીમ આ કેસમાં પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ રહી છે.

ખાસ ન્યાયાધીશ એ.કે. લાહોટીએ આ કેસમાં ચુકાદો આપતા કહ્યું કે, ફક્ત શંકાના આધારે કેસ આગળ ધપાવી શકાય નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષ આરોપીઓ સામેના આરોપોને શંકાની બહાર સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. ન્યાયાધીશે કહ્યું, સમાજ સામે ગંભીર ઘટના બની છે, પરંતુ કોર્ટ ફક્ત નૈતિકતાના આધારે દોષિત ઠેરવી શકે નહીં.

કોર્ટે કહ્યું કે, તપાસ ટીમ બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી બાઇકની ઓળખ કરી શકી નથી. તેવી જ રીતે, તપાસ એજન્સી ઘટનામાં વપરાયેલ આરડીએક્સ લાવવા અને પરિવહન કરવાના પુરાવા આપી શકી નથી. તેથી, તપાસ એજન્સી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાબિત થઈ રહ્યા નથી. કોર્ટે સ્થળ પંચનામા અને તપાસ અંગે પણ ટિપ્પણી કરી છે. કોર્ટે આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 29 સપ્ટેમ્બર, 2008 ના રોજ મુસ્લિમ બહુમતી ધરાવતા શહેર માલેગાંવમાં મોટરસાઇકલ વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા. આ કેસની શરૂઆતમાં મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેને 2011 માં એનઆઈએ ને સોંપવામાં આવી હતી. એનઆઈએ એ, આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અજય રાહિરકર, સુધાકર ચતુર્વેદી અને સુધાકર દ્વિવેદીની ધરપકડ કરી હતી. આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande