આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસે પોરબંદર મહાનગર પાલીકાની અનોખી પહેલ
પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગર પાલીકા દ્વારા “પ્લાસ્ટિક મુક્ત પોરબંદર”ના દ્રઢ સંકલ્પ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત “માય થેલી કેમ્પેઇન” દ્વારા શહેરી જનોને વિના મુલ્યે કાપડની પર્યાવરણપ્રિય થેલીઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સ્વચ્છ ભારત મ
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસે પોરબંદર મહાનગર પાલીકાની અનોખી પહેલ.


આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસે પોરબંદર મહાનગર પાલીકાની અનોખી પહેલ.


આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસે પોરબંદર મહાનગર પાલીકાની અનોખી પહેલ.


પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગર પાલીકા દ્વારા “પ્લાસ્ટિક મુક્ત પોરબંદર”ના દ્રઢ સંકલ્પ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત “માય થેલી કેમ્પેઇન” દ્વારા શહેરી જનોને વિના મુલ્યે કાપડની પર્યાવરણપ્રિય થેલીઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ SHG ની બહેનોને સાથે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલીકા વિસ્તારમાં પ્લાસ્ટીકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે પોરબંદર શહેરના તમામ ઘર પ્લાસ્ટીકની થેલીથી મુકત થાય તે માટે માય થેલી કેમ્પેઇન તા. 13-06-2025 થી શરૂ કરવામાં આવ્યુ છે.મહિને અઠવાડીયાના ગુરૂવાર તથા શુક્વારના રોજ રજપૂત સમાજ, વાડી પ્લોટ શાક માર્કેટ સામે, પોરબંદર ખાતે વિના મુલ્યે કાપડની પર્યાવરણપ્રિય થેલીઓનુ વિતરણ કરવામાં આવે છે.આ ઇન્વેન્ટ દરમ્યાન અત્યાર સુધીમાં સ્વસહાય જુથના બહેનો દ્વારા અંદાજીત 82 થેલીઓ બનાવવામાં આવી છે.

દર વર્ષે 3 જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સમાજ પ્લાસ્ટિક પોલ્યુશન અંગે જાગૃત્તા આવે અને પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી પ્રતિબંધીત પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન વિશે સભાન કરવાનો છે.સરકાર દ્વારા પણ વિવિધ કેમ્પેઇન અને અભીયાન થકી સમાજમાં પ્લાસ્ટિક પોલ્યુશન અંગે જાગૃત્તા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ વર્ષે વિશ્વ પર્યાવણ દિવસની ઉજવણીની થીમ પણ “એન્ડિંગ ઓફ પ્લાસ્ટિક ગલોબ્લિ” કરીને વિશ્વ આખામાં પ્લાસ્ટિક મુક્તિ અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં જ રાજ્ય ભરમાં થયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પણ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક પોલ્યુશન અંગે સમજ આપીને પર્યાવરણના સંરક્ષણ માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યુ હતુ. આ પ્રયત્નોથી સરકારના પ્લાસ્ટિક મુક્તિ અંગેના દ્રઢ સંકલ્પની ઝાંખી મળી રહે છે.આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની સૌપ્રથમ ઉજવણી ૩ જુલાઈ, 2008 ના રોજ કરવામાં આવી હતી. શરૂઆતમાં તે ઝીરો વેસ્ટ યુરોપ (ZWE) ના સભ્ય, રેઝેરો દ્વારા કેટલોનિયામાં શરૂ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના ઉપયોગને ઘટાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલ આ પહેલને 2009 માં (ઝીરો વેસ્ટ યુરોપ) ZWE એ યુરોપિયન યુનિયનમાં પણ ઉજવવાનું શરૂ કર્યું હતુ અને ત્યારથી દર વર્ષે 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવે છે.સરકારના પ્લાસ્ટિક મુક્તિના સંક્લ્પ સાથે પોરબંદર મહાનગર પાલીકા દ્વારા પણ પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનો સંકલ્પ લેવામાં આવ્યો છે. પોરબંદર મહાનગર પાલીકાનું માય થેલી અભિયાન આજ દિશામાં એક આશાસ્પદ પગલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande