પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકના ખાગેશ્રી ગામે રહેતા એક યુવાને પાંચ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા જેના મનદુઃખને લઈ પરિવારના જ સભ્યે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ખાગેશ્રી ગામે રહેતા કરશન પરબત કરમટા નામના યુવાને આજથી પાંચ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. જેના મનદુઃખને લઈ પરિવારના સભ્ય અરજન ઉર્ફે બીડી પરબત કરમટાએ પરિવારની મરજી વિરૂધ્ધ કેમ પ્રેમ લગ્ન કર્યા તેમ કહી ભુંડી ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya