અમરેલી, 5 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં તાજેતરમાં એક એવું વિલક્ષણ માનવતા ભરેલો બનાવ સામે આવ્યો છે, જેણે સમગ્ર સમાજમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું અને જીવંત ઉદાહરણ ઉભું કર્યું છે. આ ઘટના છે ઈમરાનભાઈ હિંગોરાની, એક સામાન્ય કારીગર, જેણે પોતાનું માનવીય ફરજ નિભાવતા માનવતાની ઊંચી મિસાલ છે.
પાંચ વર્ષ પહેલા, ઈમરાનભાઈ પોતાના નિવાસસ્થાન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ એક લોહાણા સમાજની વૃદ્ધ મહિલાને, જ્યોતિબેન ત્રિભુવનદાસ માધવાણીને, દયનિય સ્થિતિમાં જોઈ. આ વૃદ્ધા તબિયતથી ખરાબ અને એકલી હતી. ઈમરાનભાઈએ તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઇ જવા ઉપરાંત પોતાના ઘરમાં આશરો આપ્યો અને પોતાનું હ્રદયપૂર્વકનું કામ શરૂ કર્યું હતું અને નિસ્વાર્થ સેવા કરી હતી.
આ પાંચ વર્ષ દરમિયાન, ઈમરાનભાઈએ જ્યોતિબેનની માતા સમાન સેવા કરી. તેમણે ન માત્ર તેમની દવાઓ, દેખરેખ અને દૈનિક જરૂરિયાતોની જ જવાબદારી લીધી, પરંતુ દરેક તબક્કે તેમને પુત્ર તરીકે સાથ આપ્યો. એટલું જ નહીં, મહિલાએ પણ તેમને દીકરા જેવો પ્રેમ આપ્યો અને પોતાનો સમગ્ર ભરોસો ઈમરાનભાઈ પર મૂક્યો.
જ્યોતિબેનનું તાજેતરમાં અવસાન થયું, ત્યારે ઈમરાનભાઈએ ફરી એકવાર માનવતાની ઉત્તમ મિસાલ આપી. એક મુસ્લિમ યુવાન હોવા છતાં, તેમણે આખા હિન્દુ સંસ્કૃતિ મુજબ અંતિમ વિધિ નિભાવ્યા. સાવરકુંડલા શહેરના સ્મશાન માં જ્યોતિબેનને અગ્નિદાહ આપવામાં આવ્યો અને દામોદર કુંડમાં તેમની અસ્થિઓ પણ વિધિવત રીતે પધરાવવામાં આવી. ઈમરાનભાઈએ આ સમયે દીકરાની જેમ રડીને, તેમના પ્રેમ અને લાગણીને સાકરૂ લાગ્યું હતું.
જ્યોતિબેન પાસે આશરે 20 લાખ રૂપિયા હતાં. અને વૃદ્ધ મહિલા આ રકમ બેંકમાં જમા કરવા ગયા, ત્યારે મેનેજરે વારસદારનું નામ પૂછ્યું. જ્યોતિબેનના કહેવા મુજબ, ઈમરાનભાઈનું નામ તે વાતમાં નોંધાયું હતું. મેનેજર પણ આ વાતથી આશ્ચર્યચકિત થયો, અને ત્યાર બાદ મેનેજર ઇમરાન ભાઈ ને બોલાવ્યા ગત ત્યાર એક લાગણી સભર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા અને વારસદાર તારીખે ઈમરાનભાઈ નું નામ રાખવામાં આવ્યું હતું.
આખરે જ્યોતિબેન 3 મહિનાથી બીમાર હતા અને નિધન થયું અને વિધિવત રીતે અંતિમ વિધિ કરવામાં આવી હતી અને બાદ માં બેન્ક માં વારસદાર તારીખે પોતાને મળેલી રકમમાંથી કોઈ અંગત લાભ લીધો નહીં.
તેમણે આ રકમમાંથી 10 લાખ રૂપિયા ‘વીરબાઈ માં ટિફિન સેવા કેન્દ્ર’ને આપી, જે સાવરકુંડલામાં જરૂરતમંદો માટે ટિફિન સેવા આપે છે. બાકીના 10 લાખમાંથી કેટલાક રૂપિયા વિવિધ સેવાકીય સંસ્થાઓને અને કેટલાક રૂપિયા જ્યોતિબેનના સગાંસંબંધીને આપવામાં આવ્યા. આ આખા ઘટનાક્રમમાં ઈમરાનભાઈએ બતાવેલી નિસ્વાર્થતા, ધર્મની સમાનતા અને માનવતાનું મૂલ્ય સાચા અર્થમાં ભારતની ગંગા-જમુની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.
આ ઘટના માત્ર એક વ્યક્તિનું નમૂનો નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા છે કે કેવી રીતે માનવતાને ધર્મ ઉપર સ્થાન આપી શકાય. ઈમરાનભાઈ હિંગોરાની આ સેવા અને ભાવનાત્મક જોડાણ એક એવા સમયમાં ખૂબ મહત્વ ધરાવે છે, જ્યારે સમાજમાં ધાર્મિક વિભાજનના સમાચાર વારંવાર સાંભળવા મળે છે.
સાવરકુંડલાની ધરતીએ હંમેશા કોમી એકતાને મજબૂત બનાવતી સંસ્કૃતિ આપી છે, અને ઈમરાનભાઈની આ ઘટનાએ તેને વધુ મજબૂત બનાવ્યું છે.
આવી ઘટનાઓ માનવતાની સાચી ઓળખ છે— જ્યાં helping hand, loving heart અને open mind હોય છે
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek