પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ગરેજ ગામે એક શિક્ષક પોતાની કાયદેસરની ફરજ પર હતા ત્યારે જાખરાભાઈ સોલંકી નામના એક શખ્સે આવી અભ્યાસ બાબતે ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા શિક્ષકે ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
ગરેજ ગામમાં આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજબજાવતા બજાવતા માલદે સોલંકી સવારે સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા ત્યારે ગામના દેવીપૂજક વાસમાં રહેતો જાખરા સોલંકી નામનો શખ્સ સ્કૂલમાં આવી મોટેથી બરાડા પાડતો હતો એટલે ક્લાસરૂમમાંથી બહાર આવી શિક્ષકે કારણ પૂછતાં તે તમે “મચ્છી”નું ભણાવો છો કહી ગાળો આપવા લાગ્યો હતો અને શિક્ષકને થપ્પડો તેમજ ચપ્પલથી માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.. અન્ય શિક્ષક અને શાળા સામે આવેલા ગૌશાળામાંથી શિક્ષકને મારથી બચાવ્યો હતો. શિક્ષક માલદે સોલંકીએ જાખરા સોલંકી વિરુદ્ધ ફરજ રૂકાવટની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya