પાટણ, 5 જુલાઈ (હિ.સ.)રાધનપુર શહેરમાં ગેરકાયદેસર કતલખાનાં સામે અખિલ ભારતીય હિંદુ મહાસભા સહિત વિવિધ હિંદુ સંગઠનોએ પ્રતિબંધની માંગ સાથે પ્રાંત કચેરી અને પાલિકા પાસે લેખિત રજૂઆત કરી છે. શહેરમાં ઘણા અનધિકૃત કતલખાનાં ચાલે છે અને જાહેરમાં માંસ કાપકૂપ થવાથી ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. કેટલાક લોકો રેસ્ટોરન્ટના લાઇસન્સ હેઠળ પણ રસ્તા પર મટનના તવા ચલાવે છે.
આ મુદ્દે સંગઠનો અગાઉ ત્રણ વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી ચૂકી છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની નિષ્ક્રિયતા સામે હવે સંગઠનો આંદોલનના માર્ગે ઉતર્યા છે.
સંગઠનોએ મંગળવારથી ભૂખ હડતાળ અને રામધૂન સાથે ધરણાં શરૂ કરવાની જાહેરાત કરી છે અને તાત્કાલિક અસરકારક પગલાં લેવાની તાકીદ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર