હીરા જોટવાની ધરપકડ મામલે આહીર સમાજે આપી ઉચ્ચ કક્ષાની તપાસની માંગ
પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના આહીર સમાજે રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી હીરા જોટવાની ધરપકડ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના આગેવાનોનો આરોપ છે કે આ ધરપકડ પાછળ રાજકીય કિન્નાખોરી છે અને હીરા જોટવા સમાજના સન્માનનીય આગેવાન છે. આહીર સમાજના
હીરા જોટવાની ધરપકડ મામલે આહીર સમાજે આપી ઉચ્ચ કક્ષાની તપાસની માંગ


પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના આહીર સમાજે રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી હીરા જોટવાની ધરપકડ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના આગેવાનોનો આરોપ છે કે આ ધરપકડ પાછળ રાજકીય કિન્નાખોરી છે અને હીરા જોટવા સમાજના સન્માનનીય આગેવાન છે.

આહીર સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે હીરાભાઈની ધરપકડ રાજકીય ઇરાદા હેઠળ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર સમાજમાં રોષની લાગણી છે. આવેદનપત્રમાં ઉચિત અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે તાકીદ કરવામાં આવી છે કે સત્ય બહાર આવવું જોઈએ અને હીરાભાઈને ન્યાય મળે.

સામાજિક આગેવાનોએ સ્પષ્ટ કહ્યું છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમાજ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande