શિંગોડા ડેમના ઉપરવાસમાં વરસાદ થયે, ડેમનુ નિધારીત લેવલ ૧૪૦.૨૩ જાળવવા માટે, ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની જરૂરિયાત ઊભી થશે
ગીર સોમનાથ, 5 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલ શિંગોડા ડેમની હાલની જી.ટી.એસ સપાટી (૧૪૦.૧૮ મીટર) છે. ઉંડાઇ (૧૭૪૦ મી.) લાઇવ જથ્થો (૨૮.૮૭ એમ.સી.એમ) હાલ શિંગોડા ડેમ (૮૦%) ભરાયેલ છે. શિંગોડા ડેમના ઉપરવાસમાં વરસાદ થ
શિંગોડા ડેમના ઉપરવાસમાં વરસાદ થયે, ડેમનુ નિધારીત લેવલ ૧૪૦.૨૩ જાળવવા માટે, ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની જરૂરિયાત ઊભી થશે


ગીર સોમનાથ, 5 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલ શિંગોડા ડેમની હાલની જી.ટી.એસ સપાટી (૧૪૦.૧૮ મીટર) છે. ઉંડાઇ (૧૭૪૦ મી.) લાઇવ જથ્થો (૨૮.૮૭ એમ.સી.એમ) હાલ શિંગોડા ડેમ (૮૦%) ભરાયેલ છે. શિંગોડા ડેમના ઉપરવાસમાં વરસાદ થયે, ડેમનુ નિધારીત લેવલ ૧૪૦.૨૩ જાળવવા માટે શિંગોડા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની જરૂરિયાત ઊભી થશે.

જેથી તેમના હેઠવાસના ગામ ગીર ગઢડા તાલુકાના ગામ- જામવાળા અને કંસારીયા, કોડીનાર તાલુકાના ગામ - ઘાટવડ, સુગાળા, છાછર, કરેડા, ગોવિંદપુર ભંડારીયા, દુદાણા, નાના ઇચવડ, કોડીનાર, ચો. ખાણ અને મુળદ્વારકા.

આમ આથી ઉપર મુજબના ગામના લોકોએ નદીની આસપાસ અવર-જવર ન કરવા તેમજ સાવચેત રહેવા સુચના આપાઇ જવા વિનંતી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande