રાણકી વાવ ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત, વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન
પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે સ્વચ્છતા પખવાડા ૨૦૨૫ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઓએનજીસી મહેસાણા એસેટ અને મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ૧ જુલાઈથી ૧૫ જુલાઈ સુધી વિવિધ સ્વચ્છતા સંબંધિ
રાણકી વાવ ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન


પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે સ્વચ્છતા પખવાડા ૨૦૨૫ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઓએનજીસી મહેસાણા એસેટ અને મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ૧ જુલાઈથી ૧૫ જુલાઈ સુધી વિવિધ સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

રાણકી વાવ ખાતે પ્લાસ્ટિક વીણવાની, સફાઈની તેમજ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી. વન વિભાગ પાટણના માર્ગદર્શન હેઠળ ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વાવના પટાંગણમાં ગુલમહોર, ઉંબરો, જાંબુ, જામફળ, કાંચનાર, ગુલાબ અને મોગરો સહિત કુલ ૧૧૫ રોપાઓનું વાવેતર કરાયું.

કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક એન.જે. પરમાર, મદદનીશ વન સંરક્ષક ટી.એચ. ચૌધરી, પરીક્ષેત્ર વન અધિકારી પી.એમ. ચૌધરી, ઓએનજીસી મહેસાણાના ઈ.ડી. સુનીલકુમાર, પુરાતત્વ વિભાગના પ્રમોદ ચાહર અને શિવકાંત ભારતી તથા મોતીલાલ ચૌધરી ફાઉન્ડેશનના નિયામક વિજયભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વનપાલ એલ. દેસાઈ, વી.એસ. ઠાકોર, વી.એસ. ઈટોલીયા અને વન રક્ષકો એસ.એસ. પરમાર, એચ.પી. પટેલ, શ્રીમતી એ.એસ. ચૌધરી અને બી.એન. ચૌધરી પણ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande