પાટણ, 5 જુલાઈ (હિ.સ.)શનિવારે સિદ્ધપુર હાઇવે ઉપર આવેલા દેથળી ચાર રસ્તા ઉપર એક કારમાં આગ લાગી હતી. જોકે કારચાલક સમય સૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણતા હતા ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી જેથી આ બનાવમાં જાનહાની ટળી હતી.
ઊંઝા તાલુકાના કહોડા ગામના વિશાભાઈ પટેલ નામના યુવક પોતાની કાર લઇ સિદ્ધપુરથી કહોડા ગામ તરફ જતા હતા ત્યારે દેથળી ચાર રસ્તા નજીક પહોંચતા તેમની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી જેથી તેઓ તુરંત જ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર ફાઈટર તુરંત ઘટના સ્થળે આવી પહોંચીને સળગેલી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ બુજાવી દીધી હતી. કારચાલક સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેનો જીવ બચી જવા પામ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર