સુરત, 5 જુલાઈ (હિ.સ.) : એક 15 વર્ષીય ઉત્ત્સાહી યુવતી છે, જેણે ખુબ નાની ઉમરે પોતાની મહેનત, પ્રતિભા અને જુસ્સા દ્વારા ભારતીય મેડિયા ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. મૉડેલિંગથી શરૂઆત કરનાર જયનિશાએ અત્યાર સુધીમાં 9 થી વધુ પ્લેટફોર્મ્સ પર કામ કર્યું છે અને દરેક જગ્યાએ તેને વિજેતા તરીકે ટાઈટલ મળ્યું છે.
મૉડેલિંગ બાદ તેણે શોર્ટ ફિલ્મ્સમાં અભિનય શરૂ કર્યો અને તેમા પણ તેની કુશળ અભિનય ક્ષમતા સ્પષ્ટ જણાઈ. તેનું ટેલેન્ટ જોઈને તેને મુંબઇમાં ઘણા ઓડિશન્સ માટે બોલાવાયું અને સતત પ્રયત્નો બાદ તેને કોલર્સ ચેનલની લોકપ્રિય સિરિયલ સુહાગન માં અભિનય કરવાનો મોકો મળ્યો.
આ પછી પણ તેની સફળતા યાત્રા અટકી નહીં. તેને વેબ સિરીઝ Dustbin માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા મળી. ત્યારબાદ નઝારા ચેનલ પર આવતી દાહેજ દાસી નામની ટીવી સિરિયલમાં પણ તેણે શાનદાર અભિનય કર્યો.
અત્યારસુધીનો સૌથી ખાસ તબક્કો રહ્યો છે તેની બોલીવુડ ફિલ્મ Maa, જેમાં તેણે એક Possessed Girl (ભૂતગ્રસ્ત છોકરી) નું રોલ ભજવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે સમગ્ર ભારતમાંથી 6000થી વધુ છોકરીઓમાંથી માત્ર 6 છોકરીઓ પસંદ કરવામાં આવી હતી, અને જયનિશા એ તેમાં ગુજરાતમાંથી પસંદ થયેલી એકમાત્ર છોકરી રહી.
જયનિશાની સફળતા પાછળ તેના માતા-પિતા અને પરિવારનો પણ વિશાળ યોગદાન છે. પરિવારના 6 સભ્યોમાંથી ત્રણ છોકરીઓ અને એક છોકરો છે. પરિવારના સહકાર અને હંમેશા પ્રોત્સાહનથી જ આજેક યુવાન ઉંમરે જયનિશાએ એ મંચો હાંસલ કર્યા છે જે ઘણા માટે એક સપનું હોય છે.
જયનિશા – માત્ર એક અભિનેત્રી નહીં, પરંતુ ગુજરાતનો ઉગતો તારો!
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek