સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા 103 માં પ્રજ્ઞાચક્ષુ એ.ટી.એમ. લગ્ન સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે યોજાઈ ગયા.
જૂનાગઢ 5 જુલાઈ (હિ.સ.) સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા 103માં પ્રજ્ઞાચક્ષુ એ.ટી.એમ. લગ્ન તાજેતરમાં યોજાયેલ, પ્રજ્ઞાચક્ષુ પણ સમાજની હરોળમાં રહી પોતાનું દાંપત્ય જીવન માણી શકે તે હેતુસર બંને પ્રજ્ઞાચક્ષુ પવનકુમાર અગરબત્તીનો બિઝનેસ કરી પોતાનું ગુજરા
સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ


જૂનાગઢ 5 જુલાઈ (હિ.સ.) સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા 103માં પ્રજ્ઞાચક્ષુ એ.ટી.એમ. લગ્ન તાજેતરમાં યોજાયેલ, પ્રજ્ઞાચક્ષુ પણ સમાજની હરોળમાં રહી પોતાનું દાંપત્ય જીવન માણી શકે તે હેતુસર બંને પ્રજ્ઞાચક્ષુ પવનકુમાર અગરબત્તીનો બિઝનેસ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે આવા જરૂરિયાતમંદ દિવ્યાંગની વહારે રહી હર હંમેશ અંધજનોની ચિંતા કરતી સત્યમ સેવા યુવક મંડળ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય, જુનાગઢ દ્વારા મનસુખભાઈ વાજા તેમજ મુકેશગીરી એસ. મેઘનાથી દ્વારા આયોજન કરવામાં આવે છે, ખાસ કરીને આવા સેવાકીય કાર્યક્રમોમાં અમારા સર્વે દાતાઓનો ખૂબ સહયોગ મળતો રહે છે એટલા માટે આ સંસ્થા આવા સત્કાર્ય કરી રહી છે આવા સેવાના કાર્ય કરવાનો શ્રેય સર્વે દાતાશ્રીઓને જાય છે.

આ પ્રજ્ઞાચક્ષુ દંપતિ પવનકુમાર વાસ્તવના લગ્ન ગીતા આપારાવ સાથે સત્યમ સેવા યુવક મંડળના સુશીલાબેન શાહ હોલમાં કરવામાં આવ્યા હતા.

આ અંધ દંપતિને આશીર્વાદ આપવા માટે ચેતનાબેન પંડ્યા, ઓન્લી ઇન્ડિયન, મનસુખભાઈ વાજા, મુકેશગીરી એસ. મેઘનાથી, શાંતાબેન બેસ, પુષ્પાબેન પરમાર, અલ્પેશભાઈ પરમાર, બટુક બાપુ, સરોજબેન જોશી, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, રાજુભાઈ ચુડાસમા, કમલેશભાઈ પંડ્યા, જયશ્રીબેન ગાલોડીયા, પ્રવિણાબેન વાઘેલા, દયાબેન માણેક, દયાબેન પરમાર, બળદેવસિંહ સરવૈયા, કિશોરભાઈ ચોટલીયા, છગનભાઈ, ભીખાભાઈ વાઘેલા, માધાભાઈ પારધી, મનોજભાઈ સાવલિયા દીપલ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતાં તેમજ શાસ્ત્રી ગોપાલકૃષ્ણભાઈ દ્વારા વિના મૂલ્ય સેવા આપી આ લગ્નની વિધિ કરાવી હતી. તેમજ પ્રજ્ઞાચક્ષુ છાત્રાલયની સર્વે અંધ દીકરીઓ દ્વારા લગ્ન ગીતની રમઝટ બોલાવી ધામધૂમથી આ લગ્ન કર્યાવર સાથે સંપન્ન કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande