મોહરમ તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.) : મોહરમ તહેવાર નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા પોરબંદરમાં તાજીયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ તહેવાર દરમિયાન કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલમાં ગત તા. 4 જુલાઈના પોલીસ અધ
મોહરામ તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.


મોહરામ તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.


મોહરામ તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.


મોહરામ તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.


પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.) : મોહરમ તહેવાર નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા પોરબંદરમાં તાજીયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ તહેવાર દરમિયાન કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલમાં ગત તા. 4 જુલાઈના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

મોહરમ પર્વ અનુસંધાને કરવામાં આવેલી આ બેઠકમાં શહેર ડિવિઝનના એએસપી, કમલાબાગ પી.આઈ. તેમજ કીર્તિ મંદિર પી.આઈ. ઉપરાંત પોરબંદર શહેરના વિવિધ સમાજના આગેવાનો તેમજ તાજીયા કમિટી, શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મહોરમ પર્વ નિમિત્તે નીકળનાર તાજીયાની સંખ્યા, તેમના રૂટ, ઊંચાઈની તમામ વિગતોથી વાકેફ થયા બાદ પોલીસ અધિક્ષક દ્વારા પર્વ નિમિત્તે રાખવામાં આવનાર બંદોબસ્ત તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે થઈને ઉપસ્થિત સૌ માણસોને વાકેફ કર્યા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.શાંતિ સમિતિની બેઠક પૂરી થયા બાદ પોલીસ અધિક્ષક જાડેજાની

આગેવાની હેઠળ એએસપી, એલસીબી, એસ.ઓ.જી., પેરોલ ફરલો તેમજ કમલાબાગ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી. શહેરના મેમણવાડા, ગાત્રાળ મંદિર, તકિયા, વિરડી પ્લોટ, ઠક્કર પ્લોટ, ભાવના ડેરી, વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરીને નીકળનાર તાજીયાના રૂટ વિશેની માહિતી મેળવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande