પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.) : પોરબંદ શહેર અને જિલ્લામા વરસાદના આગમનની સાથે મુશ્કેલીનો પણ વરસાદ થયો હોય તેમ પોરબંદર શહેરના અનેક વિસ્તારોમા વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદર શહેરમાં શુક્રવારે સાર્વત્રિક બે થી ત્રણ ઇચ વરસાદ પડયા બાદ આજે શનિવારે પણ સવારથી ધોધમાર વરસાદ પડયો હતો.
પોરબંદર શહેરમા બે ઇંચ જેટલો વરસાદ પડતા હોસ્પિટલના પીએમ રૂમ નજીક તેમજ ચોપાટી વિલા સરર્કિટ હાઉસ નજીક તેમજ રાજીવનગર અને બોખીરા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે વિલા સરર્કિટ હાઉસ નજીક વરસાદી પાણી ભરાતા પીએમસી દ્રારા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામા આવી હતતી આજે શનિવારે વરસાદની વાત કરીએ તો પોરબંદરમા બે ઇંચ, રાણાવાવત તાલુકમાં બે ઇંચ જયારે બરડા પંથકના કુણવદર,બગવદર,ખાંભોદર,રામવાવ, ભેટકડી અને શિંગડા સહિતના ગામોમા ત્રણથી ચાર ઇંચ વરસાદને પગલે ચારો તરફ પાણી જોવા મળ્યા હતા હતા તો અડવાણા નજીકનો સોરઠી ડેમ છલકાવાની તૈયારીમા છે બરડા પંથકમાં સતત વરસાદને પગલે નદી,તળાવો અને વોકળા છલકાય ઉઠયાછે. જેને પગલે ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya