પાટણમાં વરસાદી માહોલ: શહેરમાં ઠંડક અને ખુશીની લાગણી
પાટણ, 5 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં મધ્યમ ગતિએ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, જેના કારણે લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજના દિવસે પાટણ
પાટણમાં વરસાદી માહોલ: શહેરમાં ઠંડક અને ખુશીની લાગણી


પાટણ, 5 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં મધ્યમ ગતિએ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, જેના કારણે લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આજના દિવસે પાટણમાં ધૂપ-છાંવનું વાતાવરણ રહ્યું અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા રહ્યા. દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો, જેને લઈને મોસમ રોમાન્ચક અને સુહાવનુ બની ગયું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande