તુલસીશ્યામ મંદિર: સૌરાષ્ટ્રનું આધ્યાત્મિક કેન્દ્ર
અમરેલી, 5 જુલાઈ (હિ.સ.) તુલસીશ્યામ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં, ખાસ કરીને ગીરના ઘન જંગલોમાં આવેલા પર્વતીય અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળે આવેલું એક પૌરાણિક અને પ્રાચીન મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પુજાતા તુલસીશ્યામના રૂપમા
ગીર જગલ માં આવેલ મંદિર


અસ્થાનું કેન્દ્ર


અમરેલી, 5 જુલાઈ (હિ.સ.) તુલસીશ્યામ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં, ખાસ કરીને ગીરના ઘન જંગલોમાં આવેલા પર્વતીય અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળે આવેલું એક પૌરાણિક અને પ્રાચીન મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પુજાતા તુલસીશ્યામના રૂપમાં સ્થાપિત છે. તેની આજુબાજુ હરિયાળીથી ઘેરાયેલ પરિસર, શાંત વાતાવરણ અને પ્રાકૃતિક વસાહત દર્શકજનોને આધ્યાત્મિકતા અને શાંતિનો અનુભવ કરાવે છે.

મંગલુભાઈ ખુમામ ઈતિહાસ વિદે જણાવ્યું કે, તુલસીશ્યામ મંદિરનો ઇતિહાસ લગભગ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે.આ મંદિર ગીર જંગલના અંદરના ભાગમાં આવેલું છે, જેને કારણે અહીં પહોંચવા માટે લોકોને કુદરતી સૌંદર્ય સાથેનો સફર અનુભવ થાય છે. મંદિર સુધી પહોંચતી રસ્તાઓ સુંદર ઝાડો, નદીઓ અને પ્રાણીઓથી ભરપૂર છે. અહીં ટ્રેકિંગ શોખીન લોકો માટે પણ આ સ્થળ ખાસ પસંદીદાર છે. ઘન જંગલમાં આવેલું હોવાથી માર્ગ દરમિયાન વિવિધ જંગલી પશુઓ પણ જોવાય છે, પરંતુ સ્થળ અત્યંત સુરક્ષિત છે અને અહીં વ્યવસ્થિત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ છે.

મંદિરના પરિસરમાં ત્રણ મોટા ગરમ પાણીના કુવા છે, જેને તાતી પાની તરીકે ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ પાણીમાં સારવારાત્મક ગુણ હોય છે અને ત્વચા સંબંધિત રોગોમાં લાભદાયક છે. યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ આ તાતી પાનીમાં સ્નાન કરીને આરોગ્યલાભ તથા પાવનતા માટે આવે છે.

રાજવીર ભાઈ હિરપરા એ જમાવય કે પોગે ગીર સોમનાથ જિલ્લા માં રહે છે અને અહીં ફરવા માટે આવે છે અમે દર્શન કરવા માટે આવે છે અહીં દર વર્ષે તુલસીશ્યામમાં વિવિધ ધાર્મિક ઉત્સવો અને મેળા યોજાય છે. ખાસ કરીને જન્માષ્ટમી અને તુલસી વિવાહ જેવા પ્રસંગોએ અહીં વિશાળ ભીડ ઉમટે છે. લોકો મંદિરના દર્શન કરવાનું તો મહત્વ માને છે, પરંતુ સાથે સાથે અહીંની શાંતિ, કુદરતી સુંદરતા અને તાતી પાનીનો પણ આનંદ લે છે.

તુલસીશ્યામ મંદિરમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમ કે રહેવાની ભોજનશાળા, પાર્કિંગ અને માર્ગદર્શન. આ મંદિરના દર્શન માટે આવતા લોકોને આધ્યાત્મિક શાંતિ ઉપરાંત કુદરતી ચમત્કારોથી પણ અનુભવ થાય છે.

આ રીતે તુલસીશ્યામ મંદિર માત્ર ધાર્મિક સ્થાન ન રહી, પણ એક સંપૂર્ણ પ્રવાસન સ્થળ બની ગયું છે, જ્યાં આધ્યાત્મિકતા, ઈતિહાસ અને કુદરતનો એક અનોખો સમન્વય જોવા મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande