ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : રાયસણમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સતત ટીપી અમલીકરણના ભાગ રૂપે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ છે.
રાયસણના કોમ્યુનિટી હોલ પાસે આવેલ ગાંધીનગર મહાનગરપાલિકાની રીઝર્વેશનની જમીનોનો કબ્જો મેળવા સારૂ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અંદાજીત વધુ 5000 ચો.ફૂટ. રસ્તા અને અનામત પ્લોટોની જમીનમાં આવેલ પાક્કા બાંધકામો તોડી પાડી જમીન ખુલ્લી કરાવવામાં આવેલ.
અંદાજીત પાંચ કરોડની બજાર કિંમત કોમર્શીયલ પ્રકારની આ જમીનો પરથી દબાણ દૂર થતાં રસ્તાના ઉપયોગ માટે વધુ અનુકળતા થશે. આ રીતે ખુલ્લી જમીન કરાવી તેને સુરક્ષિત કરવાં આવેલ છે. પોલીસ તંત્રના સહકારથી કાર્યવાહી કરવામાં આવેલ.
ટીપી અમલીકરણના ભાગ સ્વરૂપે રસ્તા અને રિઝર્વેશનની કોર્પોરેશનની મળતી જમીનોનો કબ્જો મેળવવાની કામગીરી ચાલુ રહેનાર છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ