હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવો MPES કોર્સ શરૂ થશે
પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી આધારીત માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ (MPES) નામે બે વર્ષનો નવો માસ્ટર ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમ સેલ્ફ ફાઈનાન્સ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માં નવો MPES કોર્સ શરૂ થશે.


પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી આધારીત માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ (MPES) નામે બે વર્ષનો નવો માસ્ટર ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમ સેલ્ફ ફાઈનાન્સ ધોરણે ચાલશે અને તેમાં કુલ 30 સીટ ફાળવવામાં આવી છે.

બીપીએડ અને બીઇપીએસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ પ્રવેશયોગ્ય રહેશે. પ્રવેશ માટે જરૂરી માહિતી જીકાસ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે, જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ જણાવ્યું કે સ્વર્ણિમ યુનિવર્સિટી જેવી અન્ય સંસ્થાઓમાં આ પ્રકારનો કોર્સ પહેલેથી ચાલુ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગત દિવસે બીપીએડના વિદ્યાર્થીઓએ MPES કોર્સ શરૂ કરવાની માંગણી રજૂ કરી હતી અને યુનિવર્સિટી પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને તક આપી શકે તે માટે પ્રયત્નશીલ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande