ભુજ-કચ્છ, 8 જુલાઈ (હિ.સ.) ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા સરકારી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ ખડકી દેનારા લોકો સામે રાજ્યની ભાજપ સરકાર સતત પગલાં ભરી રહી છે, ત્યારે કચ્છના અંતરિયાળ તાલુકા એવા રાપરના આડેસર ગામમાં ગુનાખોરીના આરોપીઓના બાંધકામ ઉપર દાદાનું બૂલડોઝર ફરી વળ્યું છે અને અંદાજે 3500 ચોરસ ફૂટ જગ્યા ખૂલ્લી કરાઇ છે. કચ્છમાં ક્રાઇમ માટે અગાઉ કુખ્યાત બનેલા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કામગીરી હાથ ધરાતાં ગેરકાયદે બાંધકામ કરીને સમાજની શાંતિ ડહોળતા લોકોમાં ભય ફેલાયો છે.
ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ શખ્સો સામે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય ના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર રાપર તાલુકા ના આડેસર ગામે ત્રણ શખ્સોના બાંધકામ પર ધોંસ બોલાવાઇ છે. જેમાં અનવર હિંગોરજા પર 15 જેટલા ગુના છે અને બાલા રુપા કોળી પર 21 ગુના અને નજરમામદ હિંગોરજા પર 6 ગુના દાખલ થયેલા છે.
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના મુજબ આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળા અને ટીમે આડેસરમાં હાઇવે પટ્ટી પર ગેરકાયદે બાંધકામ કરનારા અયુબ અનવર હિંગોરજા, નજરમામદ અયુબ હિંગોરજા, બાલા રુપા કોલીના આડેસરમાં સરકારી જમીન પર બાંધકામ કર્યું હતું જેમાં અયુબ આનવર હિંગોરજાએ કરેલા 3500 સ્ક્વેર ફૂટના ગેરકાયદે બાંધકામને તોડી પડાયું છે.
આ બાંધકામો જમીનદોસ્ત કરાયા
સાત ઓરડી, સંડાસ બાથરૂમ તથા હોલ અને નજરમામદ અયુબ હિંગોરજા દ્વારા બે મકાન અને એક દુકાન પર બુલડોઝર ફેરવી દેવામા આવ્યું છે. ઉપરાંત બાલા રુપા કોળીનુ એક મકાન તોડી પાડવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA