સાવચેતી થકી સલામતી: કચ્છમાં જળભરાવ વિસ્તારમાં, જવા ઉપર પ્રતિબંધ
ભુજ - કચ્છ, 8 જુલાઈ (હિ.સ.) ચોમાસામાં કચ્છમાં સતત વરસાદ ચાલુ રહ્યો છે. બારમાસી ન હોય તેવા વોકળા, ખોદાયેલા ખાડાઓ, ધોધ કે તળાવોમાં ભરપૂર જળરાશિ જમા થઇ રહી છે ત્યારે કચ્છના જિલ્લા વહીવટી તંત્રે પ્રતિબંધાત્મક આદેશ જારી કર્યા છે. જેને સાવચેતી થકી સલામતી
પાલારધુના ધોધની ફાઇલ તસવીર


ભુજ - કચ્છ, 8 જુલાઈ (હિ.સ.)

ચોમાસામાં કચ્છમાં સતત વરસાદ ચાલુ રહ્યો છે. બારમાસી ન હોય તેવા વોકળા, ખોદાયેલા ખાડાઓ, ધોધ કે તળાવોમાં ભરપૂર જળરાશિ જમા થઇ રહી છે ત્યારે કચ્છના જિલ્લા વહીવટી તંત્રે પ્રતિબંધાત્મક આદેશ જારી કર્યા છે. જેને સાવચેતી થકી સલામતીના સ્લોગન હેઠળ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કચ્છના નિવાસી અધિક કલેકરટરના આદેશ મુજબ હાલમાં વિવિધ નહેરો, નદી નાળા, વોકળા, તળાવો કે ડેમ સાઇટમાં નાગરિકો પાણી નહાવા, કપડાં ધોવા કે પાપડી, નદી ઓળંગવાના લીધે પાણીના પ્રવાહમાં કે ઉંડાણમાં ડૂબી જવાના કે તણાઇ જવાના અકસ્માતો થઇ શકે છે.

આવા કારણોસર જાનહાનિ ન થાય તે માટે ઉપરોક્ત તમામ જળભરાવ વિસ્તારોમાં જવા ઉપર કે નહાવા કે કપડાં ધોવા સહિતના પ્રતિબંધ મૂકવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, પાલારધુના, ગજોડ, રૂદ્રમાતા તથા જિલ્લાના સંખ્યાબંધ જળાશયો સુધી લોકો ચોમાસામાં તેનું નૈસર્ગિક સ્વરૂપ જોવા પહોંચતા હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande