નવી દિલ્હી, 8 જુલાઈ (હિ.સ.) દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા
અને પર્યાવરણ માટે યોગ્ય પરિવહન વિશે લોકોને જાગૃત કરવા માટે 'કોલેબ એન્જિન' અભિયાન ચલાવવામાં
આવ્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી અજય ટમ્ટાએ, તેને
લીલી ઝંડી આપી હતી. તેની શરૂઆત ઇલેક્ટ્રિક વાહનથી થઈ હતી, જે પ્રદૂષણ
ફેલાવ્યા વિના દેશભરમાં મુસાફરી કરશે.
આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મિશન લાઇફ' એટલે કે, 'પર્યાવરણ માટે
જીવનશૈલી' ના વિઝનથી
પ્રેરિત છે. તેનો હેતુ લોકોને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વિશે જણાવવાનો
છે. 'કોલેબ એન્જિન' સંપૂર્ણપણે
યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ ઇલેક્ટ્રિક વાહન 25 થી વધુ શહેરોમાં
લગભગ 10,500 કિલોમીટરનું
અંતર કાપશે. તે વિશ્વની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન ડ્રાઇવ બનીને રેકોર્ડ પણ બનાવી
શકે છે.
આ સમય દરમિયાન, ટીમ વિવિધ શહેરોમાં શાળાઓ, કોલેજો અને જાહેર સ્થળોની મુલાકાત લેશે અને
લોકો સાથે વાત કરશે. તેમને ઇલેક્ટ્રિક વાહનોના ફાયદા, સ્વચ્છ ઉર્જા અને
પર્યાવરણ બચાવવાની જરૂરિયાત વિશે સમજાવવામાં આવશે. અજય ટમ્ટાએ જણાવ્યું હતું કે
યુવાનોનો આ પ્રયાસ ભારતને હરિયાળા અને જવાબદાર ભવિષ્ય તરફ લઈ જશે. સરકાર આવા
અભિયાનોને સંપૂર્ણ સમર્થન આપે છે અને ભવિષ્યમાં પણ તેમને પ્રોત્સાહન આપશે.
કોલેબ એન્જિનની ટીમે જણાવ્યું હતું કે,” તેઓ સ્થાનિક
વહીવટીતંત્ર, પર્યાવરણીય
કાર્યકરો અને વિદ્યાર્થીઓ સાથે મળીને લોકોને જાગૃત કરશે. આ માત્ર એક રોડ ટ્રીપ નથી, પરંતુ એક ચળવળ છે
જે સ્વચ્છ અને ટકાઉ ભારત બનાવવા માટે પ્રેરણા આપશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ